BREAKING NEWS

જામનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન સામે સંયુક્ત કાર્યવાહી

  • July 06, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન સામે સંયુક્ત કાર્યવાહી

સાપર ગામના તળાવ વિસ્તારમાં દરોડો : ૬૫ લાખનો મુદ્દામાલ સીઝ

જામનગરના ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની તપાસ ટીમ તથા સિક્કા પોલીસ સ્ટેશનની ક્ષેત્રીય ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી જામનગર જિલ્લાના સાપર ગામને અડીને આવેલા તળાવ વિસ્તારમાં ગેરકાયદે ખનિજ ખનન સામે દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન એક વોલ્વો હિટાચી મશીન તથા એક ડમ્પરનો ઉપયોગ કરીને બિનઅધિકૃત રીતે મોરમ ખનિજનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે બંને વાહનો સહિત અંદાજે ૬૫ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
​​​​​​​
સંયુક્ત ટીમ દ્વારા જપ્ત કરાયેલા વોલ્વો હિટાચી મશીન અને ડમ્પરને કાયદેસરની કાર્યવાહી માટે સિક્કા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલે ખનિજ નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે આગામી સમયમાં પણ સઘન ચકાસણી અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News