BREAKING NEWS

ખંભાળિયા: જેપી દેવળીયા ગામમાંથી જુગારનો અખાડો પકડાયો

  • August 26, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: જેપી દેવળીયા ગામમાંથી જુગારનો અખાડો પકડાયો

એલસીબીના દરોડામાં પાંચને પકડી ત્રણ લાખનો મુદામાલ જપ્ત

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય  તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ જિલ્લામાં શ્રાવણ માસમાં જુગારની અસામાજિક પ્રવૃતી કરતા ઇસમો ઉપર સખ્તાઇથી કાર્યવાહી કરવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી તથા એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે ઉપરોક્ત બાબતે કાર્યરત હતા. 

દરમ્યાન એલ.સી.બી.ના એએસઆઈ જેસલસિંહ જાડેજા, તથા હડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયા, મુકેશભાઇ કેશરીયા નાઓને અગાઉથી સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે, રામજીભાઇ જેલાભાઇ પુરોહિત રહે. જેપી દેવળીયા ગામ તા.ખંભાળીયા વાળો પોતાના રહેણાંક મકાને બહારથી માણસો ભેગા કરી, લાઇટ પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી નાલ ઉઘરાવી ગંજીપત્તાના પાના તથા પૈસા વતી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી હકીકત આધારે રેઇડ કરીને રામજીભાઇ જેલાભાઇ પુરોહિત રહે. જેપી દેવળીયા ગામ તા.ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા, નથુભાઇ ધાનાભાઇ કરમુર રહે. જેપી દેવળીયા ગામ તા.ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા, અરશીભાઇ સામતભાઇ નંદાણીયા રહે. સાંઢીયા પુલ, સરદાર પાર્ક, શેરી નં.૩, જામનગર, દેવશીભાઇ હેભાભાઇ ગાગલીયા રહે. સાંઢીયા પુલની બાજુમાં, માધવ બાગ-૨,જામનગર, અરજણભાઇ કારાભાઇ કરમુર રહે. જેપી દેવળીયા ગામ તા.ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકાને પકડી લીધા હતા.

કબ્જે કરેલ મુદામાલમાં રોકડા ૭૩,૧૦૦, મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૩૦,૫૦૦, ફોરવ્હિલ નંગ-૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિ.૩,૦૩,૬૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application