કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ઉજવાયો ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ
કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ૮૦માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે, સંસ્થા ના પ્રમુખ કરશનભાઈ ડાંગરના વરદ હસ્તે ધ્વજા રોહણ કરવાં માં આવ્યું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર દ્વારા ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય પર્વની શુભેરછાઓ પાઠવવામાં આવી. સંસ્થાના મા.મંત્રી હીરાબેન તન્ના,કા.મંત્રી પાર્થ પંડ્યા,કા.વા. સમિતિ ના સભ્યો, વિભાગીય વડાઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રમુખનાં શુભેચ્છા સંદેશ બાદ, દેશભક્તિનાં સૂત્રોચ્ચાર કરવાં માં આવ્યાં હતાં.
આ પ્રસંગે સંસ્થાની હાઈ સ્કૂલવિભાગની દીકરીઓ દ્વારા દેશ ભક્તિના વિષય અનુરૂપ વિવિધ રંગોળીઓ અને આકર્ષક શાળા સુશોભન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેનું ઉપસ્થિત સર્વે એ નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતાં.