BREAKING NEWS

ખંભાળિયા: નાના આસોટા અને સેવક દેવરીયામાં ૧૦ જુગારી પકડાયા

  • September 10, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: નાના આસોટા અને સેવક દેવરીયામાં ૧૦ જુગારી પકડાયા

એલસીબી અને ખંભાળીયા પોલીસના દરોડા : એક શખ્સ ફરાર

દ્વારકા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ દ્વારકા જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર અંગે સ્પેશ્યલ ડ્રાઇવ રાખી ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરી હતી. જે અનુંસંધાને ના.પો.અધિક્ષક મીત રૂદલાલએ માર્ગદર્શન મુજબ ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.સી.આર.રાણાએ સર્વેલન્સ સ્ટાફના માણસોને ખંભાળીયા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારના ગણના પાત્ર કેશો શોધી કાઢવા સુચના તથા માર્ગદશન આપેલ.

જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના એએસઆઇ હેમતભાઇ નંદાણીયા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સા.કાનાભાઈ  લુણા નાઓને સયુંકતમાં અગાઉથી ચોક્કસ મળેલ હકિકત આધારે પો.સબ.ઇન્સ. વી.આર.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ખંભાળીયા પો.સ્ટે. ટાઉન વડત્રા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખંભાળીયા નાના આશોટા ગામના વગડીયા વાડી વિસ્તારમાં રહેતા જમનભાઈ પરષોતમભાઇ રામાવત ના કબ્જા ભોગવટાના વાડીમા આવેલ ઓરડીમા જુગારના અખાડામાં રેઇડ દરમ્યાન જુગાર રમતા કુલ-૦૭ આરોપીઓને ગંજીપતાના પાના કુલ નંગ-પર કિ.રૂા.૦૦/૦૦ તથા કુલ રોકડા રૂા.૫૩,૨૦૦/ ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

જુગાર રમતા આરોપીઓમાં (૧)જમનભાઇ પરષોતમભાઇ રામાવત ઉવ.૫૮ ધંધો-ખેતી રહે.નાના આશોટા ગામ વગડીયા વાડી વિસ્તાર તા-ખંભાળીયા (૨)વિધાભાઈ હાજાભાઇ સંધીયા ઉ.વ.૫૭ ધંધો-ખેતી રહે- રહે.નાના આશોટા ગામ વાડી વિસ્તાર તા-ખંભાળીયા (૩)રામાભાઇ ભુગાભાઇ ચાવડા ઉ.વ.૫૩ ધંધો-ખેતી રહે-નાના આશોટા ગામ મંદીરની બાજુમા ખંભાળીયા (૪)આલાભાઇ રાજશીભાઇ ખુટી ઉ.વ.૫૯ ધંધો-ખેતી રહે-નાના આશોટા ગામ ખંભાળીયા (૫)રામદેભાઈ પીઠાભાઇ ખુટી ઉ.વ.૪૬ ધંધો-ખેતી રહે-નાના આશોટા ગામ આંગળવાડીની બાજુમા ખંભાળીયા (૬)વલ્લભભાઇ નારણભાઈ વાવણોટીયા ઉ.વ.૩૨ ધંધો-ખેતી રહે-બજાણા ગામ વાડી વિસ્તાર ખંભાળીયા (૭)દેવાણદભાઇ ધાનાભાઈ ગોજીયા ઉ.વ.૪૮ ધંધો-ખેતી રહે-ગાંગડી ગામ બસ સ્ટેસન પાસે તા-કલ્યાણપુર સમાવેશ થાય છે.

બીજા દરોડામાં એલસીબીના ઇન્ચા.પોલીસ ઇન્સ. એન.એચ જોષી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ બી.એમ.દેવમુરારી તથા એમ.આર.સવસેટા તથા એસ.વી.કામબરીયા નાઓ એલ.સી.બી. સ્ટાફના ટીમના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ હતી.
​​​​​​​
તે દરમ્યાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ શક્તિસિંહ ઝાલા તથા વેજાણંદભાઇ બેરા તથા પો કોન્સ મનહરસિંહ જાડેજા નાઓને સંયુક્તમાં ખાનગીરાહે મળેલ બાતમી હકીકતના આધારે ભાણવડ તાલુકાના સેવક દેવરીયા ગામમા આવેલ ધારડી વિસ્તારમાં જાહેરમાં અમુક ઇસમો સાથે મળી ગંજીપતાના પાના તથા રોકડ રૂપીયા વડે તીનપત્તી રોન રમતા અને પૈસાની હારજીત કરતા હોવાની હકીકતના આધારે રેઇડ કરતા કુલ ત્રણ ઇસમો પકડાઇ ગયેલ હોય તેમજ એક ઇસમ નાશી ગયેલ હોય જે રેઇડ દરમ્યાન કુલ રોકડ રકમ રૂા.૧૮,૧૦૦/- તથા બે મોબાઇલ ફોન કી.રૂ. ૨૦,૦૦૦/- એમ મળી કુલ કી.રૂ ૩૮,૧૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ તેમજ નાશી જનાર ઇસમ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરી હતી. 
​​​​​​​
પકડાયેલ આરોપીઓમાં (૧) ફારૂકભાઇ ઉઢાભાઇ ઘુધા જાતે મુસ્લીમ ઉ.વ.૩૫ ધંધો. ખેતીકામ રહે.સેવક દેવરીયા ગામ ધારડી વીસ્તાર તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા (૨) સાજીદભાઇ ઉર્ફે ઝેરી ઇસ્માઇલભાઇ ઘુઘા જાતે મુસ્લીમ ઉ.વ.૩૨ ધંધો.ખેતીકામ રહે.સેવક દેવરીયા ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા (૩) ઇસુબભાઇ ઉર્ફે વીલન કાસમભાઇ ઘુઘા જાતે મુસ્લીમ ઉ.વ.૪૪ ધંધો. ડ્રાઇવીંગ રહે,સેવક દેવરીયા ગામ ધારડી વિસ્તાર તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા આ ઉપરાંત ઇકબાલભાઇ હાજીભાઇ હીંગોરઝા રહે સેવક દેવરીયાવાળો નાશી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application