જામનગરમાં યુવતિનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ : આરોપીઓની અટક
મુખ્ય આરોપી ઇકો ગાડીમાં કલાણપર ગામે લઇ ગયો : એક શખ્સે મદદગારી કરી
જામનગરમાં ૨૩ વર્ષની યુવતિ સાથે પરિચય હોવાથી એક શખ્સ તેના મદદગાર સાથે ઇકો કારમાં આવીને અપહરણ કરી જઇ મુખ્ય આરોપી દુષ્કર્મ ગુજાર્યુ હતું જે અંગે પોલીસીમાં ફરીયાદ કરવામાં આવતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
જામનગરના સીટી-સી ડીવીઝનમાં એક યુવતિનું અપહરણ કરી જઇ તેની સાથે એક શખ્સે દુષ્કર્મ ગુજારી તેમજ અન્ય એક શખ્સે મદદગારી કરી હોવાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે જયાં આરોપીઓ ભરત નારણભાઇ વારોતરીયા જાતે- આહીર ઉ.વ- ૨૫ રહે- યાદવનગર ભીંડાવાળી વાડી જામનગર તથા વિપુલ કરમુર રહે- સાંઢીયાપુલ પાસે જામનગરની સામે ફરીયાદ કરવામાં આવી હતી.
વિગત મુજબ બીએનએસની કલમ ૮૭, ૬૪(૨) એમ,૫૪ મુજબ ઉપરોક્ત બંને આરોપીઓ સાથે મળી થોડા દિવસ પહેલા ફરીયાદીના ઘરની બહાર ઇકો ફોરવ્હીલ ગાડી લઇને આવેલ અને અગાઉ સાથે કામ કરતા હોયએ પરિચયનો લાભ લઈને ફરીયાદીને ખોટુ બોલી ઘરમાથી બહાર બોલાવી તેને ધમકી આપી ફરીયાદીને જોરજબસ્તીથી ઇક્કો ગાડીમા બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા.
દરમ્યાન આરોપી મદદગારના માસીયાર ભાઇ મયુરના ઘરે કલાણપર, ભાણવડ જિલ્લો દ્વારકા ખાતે રાખી આરોપી ભરતએ ફરીયાદીની મરજી વિરુધ્ધ ફરીયાદી સાથે અવાર-નવાર શરીર સબંધ બાંધી ગુન્હો કર્યો હતો.
આ અંગે યુવતિની ફરીયાદના આધારે સીટી-સી પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધી પીઆઇ ડાભી, રાઇટર રાજનભાઇ સહિતની ટીમ દ્વારા આરોપીઓની અટક કરી તપાસ આગળ ધપાવી છે.