BREAKING NEWS

જ્યારે રિલાયન્સના આંગણે ક્રીતી સેનને કહ્યું.... કેમ છો જામનગર

  • October 17, 2026 12:17 PM 

જ્યારે રિલાયન્સના આંગણે ક્રીતી સેનને કહ્યું.... કેમ છો જામનગર

પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ પત્ની સાક્ષી સાથે રાસોત્સવની માણી મોજ: શનાયા કપૂર, ડાયરેકટર એટલી સહિતની સેલીબ્રીટીએ આપી હાજરી

રિલાયન્સના આંગણે ચાલી રહેલ નવરાત્રિ મહોત્સવમાં દરરોજ સેલીબ્રીટીઓ હાજરી આપી રહી છે, ગઇરાત્રે રાસોત્સવમાં ભારે જમાવટ થઇ હતી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી સાથે હાજર રહ્યા હતા, તો બોલીવુડની અભિનેત્રીઓ ક્રીતી સેનન, શનાયા કપુર, ડાયરેકટર એટલી સહિતની સેલીબ્રીટીઓએ હાજરી આપી હતી, ખાસ કરીને ક્રીતીએ પોતાના અદ્દભૂત અંદાજથી રાસોત્વમાં ભારે જમાવટ કરી હતી અને ઉપસ્થિત લોકોને એમ પણ પૂછ્યું હતું કે, કેમ છો જામનગર...
​​​​​​​
ગઇકાલે બપોર બાદ જામનગર એરપોર્ટ પર બોલીવુડની સેલીબ્રીટીઓનો જમાવડો જોવા મળ્યો હતો, જેમાં બોલીવુડ ક્વીન ક્રીતી સેનન સહિત શનાયા કપુર, ડાયરેકટર એટલી પરિવાર સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ ક્રિકેટ જગતના દિગ્ગજ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંઘ ધોની એમની પત્ની સાક્ષી સાથે જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા, ત્યાંથી મોંઘીદાટ કારના કાફલા સાથે રિલાયન્સમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં જોડાવવા માટે રવાના થયા હતા, એરપોર્ટ પર સેલીબ્રીટીઓને જોવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

રિલાયન્સ ગ્રીનમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં પહેલા નોરતાથી બોલીવુડના સિતારાઓનું આગમન થઇ રહ્યું છે અને દરરોજ વિવિધ સેલીબ્રીટીઓ રાત્રે પરર્ફોમન્સ કરી ખેલૈયાઓને બોલાવી રહ્યા છે, ત્યારે ગત રાત્રે પણ ક્રીતી સેનને પોતાના ડાન્સ પરર્ફોમન્સથી લોકોને ઝુમાવ્યા હતા અને તેમણે ખેલૈયાઓ સાથે વાત કરતા કહ્યું હતું કે, કેમ છો જામનગર... મજા આવે છે ને... મને પણ મજા આવે છે... તેથી હજુ એક વખત ડાન્સ પરર્ફોમન્સ કરવા માંગુ છું. 

ગત રાત્રે નવરાત્રિ મહોત્સવમાં ક્રીતી સેનના પરર્ફોમન્સથી લોકો ઝૂમી ઉઠ્યા હતા, આજે સાતમા નોરતે સાઉથની સુપર સ્ટાર રશ્મિકા મંઘાના આવી શકે તેવી શક્યતાઓ છે, તેમજ આગામી દિવસોમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓ જોવા મળશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, લોકોમાં સેલીબ્રીટીઓને જોવા તેમજ તેમના પરર્ફોમન્સને નિહાળવા માટે અનેરો ઉત્સાહ જામનગરવાસીઓમાં જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application