BREAKING NEWS

ત્રણ વર્ષમાં ઓનલાઇન ખરીદીમાં છેતરપિંડીની 1.75 લાખ ફરિયાદ

  • December 26, 2025 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓનલાઇન ખરીદી કરવાના પ્રમાણમાં સતત વધારો થતો રહે છે. જોકે, સરળતા લાવતી ઓનલાઇન ખરીદીથી ગ્રાહકોએ ચેતવા જેવું પણ છે. છેલ્લા 3 વર્ષમાં ઓનલાઇન ખરીદીમાં ખામીયુક્ત પ્રોડક્ટ, સર્વિસ પ્રોવાઈડર દ્વારા છેતરપિંડી, ડિલિવરીમાં વિલંબ જેવી 1.75 લાખથી વધુ ફરિયાદ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં નોધાઇ ચૂકી છે.


ગ્રાહકોને ઝડપી ન્યાય મળે તેના માટે કેન્દ્રસરકાર દ્વારા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં દર વર્ષે નોંધાતા સરેરાશ કોલ્સ ઑક્ટોબર 2019માં 70159 હતા, તે ઑક્ટોબર 2025માં વધીને 1,42,605 થઈ ગયા છે. ખાસ કરીને વોટ્સએપ થકી ફરિયાદ કરનારાના પ્રમાણમાં વધારો થયો છે. વોટ્સએપથી ફરિયાદ કરનારા ઑક્ટોબર 2023માં 11 ટકા હતા, તે ઑક્ટોબર 2023માં વધીને 30 ટકા થઈ ગયા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં 46915, 2023માં 60,189 અને 2024માં 67,306 જેટલી ફરિયાદ નોંધાઈ છે.


નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં મળેલી આ તમામ ફરિયાદનો નિકાલ પણ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં જે રાજ્યમાંથી સૌથી વધુ ફરિયાદ મળી હોય તેમાં ઉત્તર પ્રદેશ 1.92 લાખ સાથે મોખરે છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના કન્ઝ્યુમર કમિશનમાં મેમ્બર્સની મંજૂર કરાયેલી 8 જગ્યા સામે 3 ખાલી છે. આ જ રીતે ડિસ્ટ્રિક્ટ કમિશનમાં પ્રમુખની 38 જગ્યા સામે 24, મેમ્બર્સની 76 જગ્યા સામે 46 જગ્યા ખાલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application