જામનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જમીન શુદ્ધિકરણ હવન, બોરનું મુહૂર્ત અને વેબસાઈટ લોન્ચિંગ કાર્યક્રમ સંપન્ન
જામનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જમીન શુદ્ધિકરણ હવન, બોરનું મુહૂર્ત અને વેબસાઈટ લોન્ચિંગ કાર્યક્રમ સંપન્ન
October 19, 2026 01:19 PM
જામનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જમીન શુદ્ધિકરણ હવન, બોરનું મુહૂર્ત અને વેબસાઈટ લોન્ચિંગ કાર્યક્રમ સંપન્ન
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે પ્રાપ્ત થયેલી જમીન પર જમીન શુદ્ધિકરણ હવન, બોરનું મુહૂર્ત તથા વેબસાઈટ લોન્ચિંગનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જામનગરના કલેક્ટર પી.બી. પંડ્યા હસ્તે જમીન શુદ્ધિકરણ હવન, બોરનું મુહૂર્ત અને વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાનાં મેયર મોનિકાબેન વ્યાસ, દંડક પ્રવીણાબેન રુકડિયા તથા હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ નંદા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અમદાવાદ રેડક્રોસમાંથી ગુજરાત રાજ્ય શાખાના ડેપ્યુટી સેક્રેટરી અશોકભાઈ શીલુ અને પ્રોજેક્ટ કન્વિનિયર તથા મેનેજિંગ કમીટી મેમ્બર ડો. અજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર રેડક્રોસના હોદ્દેદારો, કમિટી મેમ્બરો તથા સભ્યોએ પણ કાર્યક્રમમાં સહભાગી બની પ્રસંગને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. વેબસાઇટ સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબારના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન બોરના નિર્માણ માટે આર્થિક સહયોગ આપનાર નૃપાબેન મકવાણાનું વિશેષ સન્માન કલેકટર હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ચારુલતાબેન શાહે કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સભ્યોએ રેડક્રોસની સેવાપ્રવૃત્તિઓને બિરદાવી હતી તથા ભવિષ્યમાં પણ માનવસેવાના કાર્યોમાં સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રો. દીપાબેન સોની અને કીરીટભાઈ શાહ દ્રારા કરવામાં આવ્યું હતું.