ઓખાના કોસ્ટગાર્ડ કાફલામાં વિશાળ જહાજ અજીત જોડાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અને ઓખાથી પાકિસ્તાન તદ્દન નજીક હોવાના કારણે અવારનવાર થતી ઘૂસણખોરી રોકવા ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઓખા સ્થિત કોસ્ટ ગાર્ડ જિલ્લા હેડક્વાર્ટર નંબર ૧૫ની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે ભારત સરકાર દ્વારા ’ઈંઈૠજ અજિત’ જહાજ ફાળવવામાં આવ્યું છે.
આ જહાજના આગમન પ્રસંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તથા કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર રાજેશ તન્નાએ કોસ્ટ લાઈન એરિયામાં અજિતના જોડાવાથી મોનીટરીંગ અંગે સમીક્ષા તથા આ અંગેની ચર્ચાઓ પણ કરી હતી.
આ જહાજ માછીમારોની સુરક્ષા, દરિયાઈ રેસ્ક્યુ, એન્ટી-સ્મગલિંગ પ્રવૃત્તિઓ ડામવા અને સરહદ સંરક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ભારતીય બનાવટનું ૫૨ મીટર લાંબુ, ૩૩૦ ટનનું જહાજ.. ’ઈંઈૠજ અજિત’ગોવા શિપયાર્ડ દ્વારા દેશમાં જ નિર્માણ પામેલું ૫૨ મીટર લંબાઈ અને ૩૩૦ ટન વજન ધરાવતું ફાસ્ટ પેટ્રોલ વેસલ જહાજ છે.૨૭ નોટિકલ માઈલની સ્પીડ ધરાવતું આ જહાજ ૧૫૦૦ નોટિકલ માઈલ સુધી સરળતાથી પેટ્રોલિંગ કરી શકે છે.બે વિશાળ ડીઝલ એન્જિન સાથે ’ક્ધટ્રોલેબલ પિચ પ્રોપેલર્સ’ ધરાવતું ફાસ્ટ પેટ્રોલ વેસલ્સમાં આ ભારતનું પ્રથમ જહાજ છે.અદ્યતન જહાજની સંભાળ અને કામગીરી માટે ૬ ઓપરેશનલ ઓફિસર અને ૩૫ ખલાસીઓ તૈનાત રહેશે.