દ્વારકા: ભાણવડના રૂપામોરા ગામમાથી જુગારનો અખાડો પકડી પાડતી એલસીબી
દ્વારકા એલસીબી પીઆઇ એન.એચ. જોશી તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી નાઓ એલ.સી.બી સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ શક્તિસિંહ ઝાલા તથા વેજાણંદભાઇ બેરા તથા પો.કોન્સ મનહરસિંહ જાડેજા નાઓને અગાઉ થી સયુકત રાહે મળેલ બાતમી હકીકત આધારે અરજણભાઇ ભોજાભાઇ કારેણા રહે. રૂપામોરા ગામ, તા.ભાણવડ વાળા ના રહેણાક મકાને ચાલતા જુગારના અખાડા ઉપર રેઇડ કરતા કુલ છઇસમોને પકડી પાડી પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી નાઓએ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રેકર્ડ કરાવી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં અરજણભાઇ ભોજાભાઇ કારેણા, રહે. રૂપામોરા ગામ, માલદેભાઇ ભોજાભાઇ પીપરોતર ડાયાભાઇ કેશુભાઇ ગોહેલ, જીતુભાઇ ફોગાભાઇ પીપરોતર, ભીમાભાઇ દેવાભાઇ પીપરોતર અને કરશનભાઇ દેવાભાઇ પીપરોતર રહે. તમામ રૂપામોરા ગામ, તા.ભાણવડનો સમાવેશ થાય છે જયારે રોકડા રૂપીયા ૩૧,૨૦૦, મોબાઇલ ફોન નંગ - ૦૬ કી.રૂ ૨૫,૫૦૦, એક મો.સા કી.રૂ ૨૦,૦૦૦, મળી કુલ ૭૬,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.