BREAKING NEWS

ખંભાળીયામાં જુગારના અખાડા પર એલ.સી.બી.નો દરોડો: છ ઝડપાયા

  • May 04, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયામાં જુગારના અખાડા પર એલ.સી.બી.નો દરોડો: છ ઝડપાયા

રૂ. ૧.૦૧ લાખની રોકડ સહિત કુલ રૂ. ૧.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે લેતી પોલીસ


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના હેઠળ એલ.સી.બી.ની ટીમે મોટી સફળતા મેળવી છે.


દેવભૂમિ જિલ્લા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન એ.એસ.આઈ. ડાડભાઈ જોગલ અને હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ગગજી ઉર્ફે અજય ડાડુભાઈ ધારાણી નામનો શખ્સ ખંભાળીયાના સ્ટેશન રોડ પર ગોજીયા એન્જીનીયરીંગ સામે આવેલી ગલીમાં, દીપકભાઈ જોષીના મકાનમાં ભાડે રહીને બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હતો. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે રેઇડ પાડીને ઘટનાસ્થળેથી જુગાર રમતા ૬ ઇસમોને ઝડપી પાડ્યા હતા.


પકડાયેલા આરોપીઓમાં ગગજી ઉર્ફે અજય ડાડુભાઈ ધારાણી (ઉં.વ. ૩૦), અનિલ વેલજીભાઈ ડો‚ (ઉં.વ. ૩૫), આશીષ છોટુભાઈ મીનસારીયા (ઉં.વ. ૩૫), વિજય ખીમાભાઈ સોલંકી (ઉં.વ. ૪૮), કમલેશ દિનેશભાઈ ગોદળીયા (ઉં.વ. ૩૦), અને વિનોદ રાણાભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૦)નો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૧,૦૧,૫૦૦/-, ચાર નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂ. ૪૦,૦૦૦/-, અને એક મોટરસાયકલ જેની કિંમત રૂ. ૩૦,૦૦૦/- તેમજ પાથરણું અને ગંજીપત્તા સહિત કુલ રૂ. ૧,૭૧,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ સમગ્ર કામગીરી ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીની રાહબારી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ, હરપાલસિંહ જાડેજા, દીપકભાઈ રાવલીયા, હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર, મુકેશભાઈ કેશરીયા, પોલીસ કોન્સ્ટેબલ સચિનભાઈ નકુમ અને ડ્રાઈવર એ.એસ.આઈ. નરશીભાઈ સોનગરા દ્વારા કરવામાં આવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application