↵દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૧૧ માસ માટે કરાર આધારીત કાયદા સલાહકારની નિમણૂંક કરાશે
ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૩ જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે
કલેક્ટર કચેરી, દેવભૂમિ દ્વારકા ખાતે ૧૧ (અગિયાર) માસની મુદત માટે કરાર આધારીત કાયદા સલાહકારની ૧(એક) જગ્યા માટે નિમણૂંક કરવાની થાય છે. આ અંગે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
૧.અરજદારની ઉંમર:૫૦ (પચાસ) વર્ષથી વધુ હોવી જોઇએ નહી.
૨.શૈક્ષણિક લાયકત ::-(૧) કાયદા (Special)ની ડીગ્રી અથવા રાજ્ય સરકારશ્રીના કાયદા દ્વારા સ્થપાયેલ યુનિવર્સિટી દ્વારા એચ.એસ.સી બાદ કાયદાનો પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાનું ડીગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ દ્વારા મેળવેલ કાયદાની ડીગ્રી,
(૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન
(૩) ગુજરાતી અને/અથવા હિન્દીનું પુરતું જ્ઞાન.
3.અનુભવ:
(૧) હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા
(૨) હાઇકોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ, અથવા
(૩) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર હસ્તકના બોર્ડ/નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ.
ઉક્ત અનુભવ અંગેના પ્રમાણપત્ર ઉમેદવારએ જ્યાં પ્રેક્ટીસ કરેલ હોય તે રજીસ્ટ્રાર જનરલ હાઈકોર્ટ, હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટના પ્રિન્સિપાલ જ્યુડીશિયલ ઓફીસર, સંબંધિત જિલ્લાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ, અથવા સંબંધિત સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજ દ્વારા પ્રમાણિત કરેલા હોવા જોઈશે.
(૪) ઉમેદવાર ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકે તે અંગેનુ પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવું જોઈએ. આ જ્ઞાન હોવા અંગે રજીસ્ટ્રાર જનરલ હાઈકોર્ટ, હાઇકોર્ટના તાબા હેઠળની કોર્ટના પ્રિન્સિપાલ જ્યુડીશિયલ ઓફીસર, સંબંધિત જિલ્લાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ, અથવા સંબંધિત સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજ, અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, સરકાર હસ્તકના બોર્ડ/નિગમ, અથવા કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીના કચેરીના વડા દ્વારા પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર બીડવાનું રહેશે.
4.પગાર:(1) માસિક રૂ.૬૦,૦૦૦/- (અંકે રૂપિયા સાંઈઠ હજાર પુરા) ફિકસ
આ સિવાયની અન્ય બોલીઓ, શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો આ કચેરીના નોટીસ બોર્ડ અથવા આ કચેરીની મેજીસ્ટ્રીયલ શાખામાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં જોઈ શકાશે.
આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ તા.૦૬/૦૭/૨૦૨૬થી અત્રેની કચેરીની મેજીસ્ટ્રીયલ શાખામાંથી કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી તથા અરજીમાં જણાવ્યા મુજબના આધારો સામેલ રાખી અરજીઓ આ કચેરીને મોડામાં મોડી તા.૨૩/૦૭/૨૦૨૬ના રોજ કચેરી સમય સુધીમાં રજી.એડી./કુરીયર થી "કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જિ-દેવભૂમિ દ્વારકા, પીનકોડ-૩૬૧૩૦૫ને મોકલી આપવાની રહેશે. આ તારીખ પછીથી આવેલ અરજીઓ તથા અધૂરી વિગતવાળી તથા આધાર-પુરાવા વગરની અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. તેમજ આ અંગે કોઈ વાંધા કે તકરાર ઉપસ્થિત થાય તો તેનો આખરી નિર્ણય અત્રેનો રહેશે.
વિશેષમાં, અરજી પત્રક તથા કવરના મથાળે 'કરાર આધારીત કાયદા સલાહકારની જગ્યા માટેનું ઉમેદવારી પત્ર' તેમ મોટા અક્ષરે લખવાનું રહેશે.
જાહેરાતમાં આપેલ મુદત સુધીમાં રજુ થયેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરી અધૂરી વિગતો વાળી અરજીઓ તેમજ જરૂરી લાયકાત વગરની અરજીઓ તથા આધાર-પુરાવા વગરની અરજીઓ દફતરે કરવામાં આવશે. આ અંગે કોઈ વાંધા કે તકરાર ઉપસ્થિત થાય તો તેનો આખરી નિર્ણય અત્રેનો રહેશે. માન્ય રહેલ અરજીઓના અરજદારોને ઇન્ટરવ્યુની તારીખ નિયત કરી ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જાણ કરવામાં આવશે.
ઉમેદવારને આ બાબતે જ્યારે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જાણ કરવામાં આવે ત્યારે તેઓએ સ્વ ખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય, સ્થળે હાજર રહેવાનું રહેશે. આ અંગે કોઈપણ પ્રકરણ ભથ્થા ચૂકવવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી.
ઉપરાંત આ જાહેરાત તથા અરજી પત્રક અત્રેની કચેરીની વેબસાઇટ https://collectordwarka.gujarat. gov.in// પરથી ડાઉનલોડ કરી શકાશે તેમ ઈનચાર્જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.