BREAKING NEWS

દ્વારકાની સરકારી હોસ્પિટલમાં જીવનરક્ષક સુવિધા સંબંધે માંગવામાં આવી વિગતો

  • October 30, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાની સરકારી હોસ્પિટલમાં જીવનરક્ષક સુવિધા સંબંધે માંગવામાં આવી વિગતો

ઓખામંડળનાં જાગૃત નાગરિક દ્વારા પ્રજાનાં હિતમાં રજુઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની જીવનરક્ષક સુવિધાઓની ઉપલબ્ધતા, ઇમરજન્સી સારવારની વ્યવસ્થા તથા ડાયાલિસિસ દરમિયાન દર્દીઓની તબિયત ગંભીર બનવાના બનાવોને લઈને ગુજરાત સરકારના જાહેર ફરિયાદ નિવારણ પોર્ટલ પર મહેશ બારોટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં હોસ્પિટલમાં વેન્ટિલેટરની ઉપલબ્ધતા અને કાર્યરત સ્થિતિ, ઓક્સિજન સપ્લાય, મોનિટર, ડિફિબ્રિલેટર, ઇમરજન્સી દવાઓ, ICU/HDU જેવી સુવિધાઓ તથા જરૂરી તબીબી અને નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત, ડાયાલિસિસ દરમિયાન અથવા ત્યારબાદ દર્દીઓની તબિયત ગંભીર બનવાના અને હૃદયસંબંધિત તકલીફોના બનાવોની નિષ્પક્ષ તબીબી તપાસ કરવા, દર્દીઓના કેસપેપર, ડાયાલિસિસ ચાર્ટ, દવાઓની નોંધ, મશીનોની જાળવણી અને પાણીની ગુણવત્તાના રેકોર્ડની ચકાસણી કરવા રજૂઆતમાં જણાવાયું છે.

તપાસમાં કોઈ ખામી, બેદરકારી કે નિયમભંગ જણાય તો સંબંધિત વ્યક્તિઓ અથવા વ્યવસ્થાપન સામે લાગુ નિયમો મુજબ કાર્યવાહી કરવા તેમજ દર્દીઓને જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરાઈ છે.

અરજદારે માત્ર કાગળ પર જવાબ આપવાને બદલે તપાસના તારણો, જવાબદારી નક્કી કરવાની વિગતો, કરવામાં આવેલી કાર્યવાહી અને બાકી રહેલી કામગીરી માટેની સમયમર્યાદા સાથે લેખિત અહેવાલ આપવા પણ માંગ  કરી છે.

દર્દીઓની જિંદગી અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે તંત્ર દ્વારા તથ્યાધારિત તપાસ હાથ ધરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે છે કે નહીં, તેના પર હવે દ્વારકા તાલુકાની પ્રજા ની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application