BREAKING NEWS

જામનગરમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ ફેકટરી પ્રકરણમાં બે આરોપી પકડાયા

  • September 25, 2026 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ ફેકટરી પ્રકરણમાં બે આરોપી પકડાયા

રાજસ્થાન અને હરીયાણા રાજયમાંથી ઉપાડી લાવતી એલસીબી : રીમાન્ડ માટે તજવીજ

જામનગર નજીક ગત વર્ષમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂની ફેકટરી ઝડપી લેવાઇ હતી બે ગુના દાખલ થયા હતા જેમાં જે તે વખતે આરોપીઓને પકડી લાખોનો મુદામાલ કબ્જે કરી નકલી દારૂ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો નકલી દારૂ ગુનામાં નાસતા ફરતા બે આરોપીને રાજસ્થાન તથા હરીયાણા રાજયમાંથી જામનગર એલસીબીની ટુકડી પકડી લાવી છે.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ધ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા  સૂચના આપેલ હોય, જેથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લાના નાસતા ફરતા ગુનાના આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી. પો.ઇન્સ.  વી.બી.ચૌધરી નાઓને સુચના આપેલ હોય, જેથી પો.ઇન્સ.ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો ધ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સેલની મદદ મેળવી જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ અંગે માહિતી મેળવવામા આવેલ હતી. 

સને-૨૦૨૫ ના વર્ષમા કનસુમરા ગામ સાઢીયાપુલ પાસે આવેલ આર્ય એસ્ટેટમા આવેલ ખોડલ કોલ ટ્રેડર્સના ગોડાઉનમા (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા  નાઓને  પકડી પાડી, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરીમા રેઇડ કરી, આલ્કોહોલ સ્પીરીટ લીટર-૮૦૦, ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ, આલ્કોહોલ મીટર , દારૂ બ્રાન્ડના ના સ્ટીકર ,ઢાકણા, પ્લાસ્ટીકના સ્ટીકરોની પટ્ટીઓ મળી  કિ. ૮,૨૩,૦૦૦નો મુદામાલ કબ્જે કરેલ, સદરહુ ગુનામા મુખ્ય આરોપી:- કિશનસીંગ જગમાલસીંગ શેખાવત રહે. રાજસ્થાન રાજય વાળો નાસતા ફરતો  હતો.

સને-૨૦૨૫ ના વર્ષમા જામનગર તાલુકાના નેવીમોડાગામે હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજા ની વાડીમા ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવા આલ્કોહોલ સ્પીરીટ/રંગ/પ્રવાહી પાણીમા ભેળસેળ કરી, ફલેવરકલર મીશ્રણ  કરી,,ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતા આરોપીઓ (૧) હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ (૨) શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા (૩) અર્જુનસીંગ તેજસીંગ સોઢા (૪) સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ (૫) સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ (૬) સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા નાઓને પકડી પાડી, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ,  કેમીકલ પદાર્થ, કેમીકલ યુકત પદાર્થ ,કલર, ઢાકણા, પ્લાસ્ટીકના પાઉચ,પ્લાસ્ટીકના સ્ટીકરો,દારૂ ઓલ્કોહોલ માપવાનુ મીટર વિગેરે કિ.૭,૨૮,૪૫૦નો મુદામાલ  કબ્જે કરવામા આવેલ, મુખ્ય આરોપી:-રોહતાસ ઉમદસીંગ સાગવાન રહે. હરીયાણા રાજય વાળો નાસતા ફરતો હતો. 

ઉપરોકત દારૂ ના કેસમા બન્ને આરોપીઓ ફરારી હોય,જેથી આરોપીની તપાસમા જામ સીટી બી ડીવી પો.સ્ટે. ના પોલીસ સબ ઇન્સ. આર.બી.ઠાકોર તથા એલ.સી.બી.ના હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા તથા શૈલેન્દ્રસિંહ જાડેજા નાઓની ટીમ દ્રારા હરીયાણા તથા રાજસ્થાન  રાજય માંથી બન્ને આરોપીઓને ઝડપી પાડવામા આવેલ છે.

પકડેલ આરોપીઓ  રોહતાસ ઉમદસીંગ સાગવાન રહે. ભારીવાસગામ, જી.ભીવાની હરીયાણા રાજય અને કિશનસીંગ જગમાલસીંગ શેખાવત રહે. હાથીદેહગામ તા.શ્રીમાધવપુર જી.શીકર રાજસ્થાન રાજયને જામનગર લાવી આગળની તપાસ માટે કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application