BREAKING NEWS

જામનગર: આઠમાળીયા આવાસમાં શરાબના ચપટાઓ કબ્જે : મહિલા સહિત બે ફરાર

  • September 25, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: આઠમાળીયા આવાસમાં શરાબના ચપટાઓ કબ્જે: મહિલા સહિત બે ફરાર

એપલ ગેઇટ નજીક બિયરના ૧૮ ટીન સાથે ડ્રાઇવર પકડાયો : સાતનાલા પાસે દેશી દારૂ અંગે દરોડા

જામનગરના મયુરનગર રોડ આઠમાળીયા આવાસમાં એક મહિલા દારૂ વેચાણ અર્થે રાખ્યો છે એવી બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી ૮૫ ચપટા કબ્જે કર્યા હતા જયારે મહિલા સહિત બેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે ઉપરાંત જામનગર નજીક એપલ ગેઇટ પાસે બિયરના ૧૮ ટીન સાથે લાંબા ગામના શખ્સને દબોચી લેવાયો હતો અને સાતનાલા પાસે દેશી દારુ અંગે દરોડો પાડવામાં આવ્યો છે.

જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સુચનાથી એલસીબી પીઆઇ ચૌધરી તથા પીએસઆઇ ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં દારૂના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના દિલીપભાઇ તથા મયુદીનભાઇને મળેલ ખાનગી સંયુકત બાતમી હકીકત આધારે શહેરમાં મયુરનગર રોડ, આઠમાળીયા આવાસ બ્લોક નં. સી-૨, રૂમ નં. ૨૦૧માં રહેતી સોનલબા હરદેવસિંહ રાઠોડના મકાનમાંથી ઇંગ્લીશ દારૂના ૮૫ ચપટા કિ. ૮૫૦૦નો મુદામાલ મળી આવતા કબ્જે કરી પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરી હતી જયારે આરોપી સોનલબા તથા શ્યામ ગઢવી બંનેને ફરાર જાહેર કર્યા હતા.

અન્ય દરોડામાં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામ બાયપાસની બાજુમાં રહેતા ડ્રાઇવીંગ કરતા શબીર સુલેમાન ભીખલાણી નામના શખ્સને બિયરના ૧૮ ટીન લઇને નીકળતા જામનગર નજીક એપલ ગેઇટની બાજુના રોડ પરથી પંચ-બી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત જામનગરના ધરારનગર વિસ્તાર સાતનાલા પાસે રહેતા યુનુસ ઉર્ફે તોતડો અબ્દુલ સમાના ભોગવટાના મકાને સીટી-બી પોલીસે દરોડો પાડી પાંચ લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો જયારે આરોપી ભાગી ગયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application