BREAKING NEWS

ઓખા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

  • July 29, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

આરોપીઓ ફરાર : ૫.૩૦ લાખનો મુદામાલ કબ્જે

ઓખા નજીક આવેલી ડાલડા બંદર ચેક પોસ્ટ પાસેથી પસાર થતી જીજે ૧૦ ટી.વાય. ૫૫૭૨ નંબરની એક આર્ટિગા મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ૩૦,૦૦૦ ની કિંમતના દારૂ અને રૂપિયા પાંચ લાખની કિંમતની આર્ટિગા મોટરકાર સહિત કુલ ૫ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહી દરમિયાન ભાણવડના મોડપર ગામનો કરશન ચાવડા તેમજ એક અજાણ્યો શખ્સ આ મુદ્દામાલને મૂકીને નાસી છૂટ્યા હોવાનું જાહેર થયું છે. જે અંગે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application