BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની જામખંભાળિયા ખાતે ઉજવણી કરાઈ

  • November 02, 2026 10:18 AM 

દેવભૂમિ દ્વારકા: મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની જામખંભાળિયા ખાતે ઉજવણી કરાઈ

સાંસદ, ધારાસભ્ય, કલેકટર અને મહાનુભાવોના હસ્તે પ્રતિષ્ઠિત નાગરિકોનું સન્માન કરાયું

સૌએ એકતા સ્મારક ખાતે યોજાયેલ પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમના લાઇવ પ્રસારણ નિહાળ્યું

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ ઉપક્રમે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અનુસંધાને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જામખંભાળિયામાં પ્રાંત કચેરી ખાતે એકતા દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. 

ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર્વે ભવ્ય એકતા યાત્રા બાદ પ્રાંત કચેરી ખાતે એકતા દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.  કાર્યક્રમમાં સ્થાનિક સમાજસેવી અને પ્રતિષ્ઠિત લોકો, પ્રગતિશીલ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 

આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ એકતા દિવસના શપથ લીધા હતાં.  સોએ એકતા સ્મારક ખાતે યોજાયેલ પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમના લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. 

આ ક્રાયક્રમમાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કેતન.પી જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તેમજ અધિકારીઓ- કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો સામેલ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application