BREAKING NEWS

સલાયામાં લુડોનો જુગાર રમતા ૪ શખ્સો પકડાયા

  • August 05, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં લુડોનો જુગાર રમતા ૪ શખ્સો પકડાયા

કેરમ બોર્ડ, મોબાઇલ અને ૧૨ હજારની રોકડ કબ્જે 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બસ સ્ટેશન નજીક સર્વિસ સ્ટેશનની પાછળ જાહેર રસ્તાની સાઈડમાં કેરમ બોર્ડ ઉપર લુડોની રમતુ ચિત્ર રાખી, કુકરીયંવ અને પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમતા ચાર ઈસમોને સલાયા મરીન પોલીસે દરોડો પાડી પકડી પાડ્યા છે.

સલાયા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.એમ.ચાવડાના માર્ગદર્શન અનુસાર સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. પેટ્રોલીંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ પી. જોગલ, વિપુલભાઈ એસ. ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ડી. સોંદરવાને મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન લુડોની રમતમાં જુગાર રમતા હમીદભાઈ હારુનભાઈ લોરૂ (ઉં.વ.૫૦, રહે. વાલ્મીકીવાસ, સલાયા), કાસમભાઈ જુનશભાઈ ગજણ (ઉં.વ.૫૨, રહે. સલાયા), સાલેમામદ સીદીક સંધાર (ઉં.વ.૫૦, રહે. મેઇન બજાર, સલાયા) અને હનીફભાઈ અનવરભાઈ જશરાયા (ઉં.વ.૩૦, રહે. સલાયા) નામના ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૧૨,૫૪૦/-, ૪ નંગ મોબાઈલ ફોન તથા જુગારના સાધનો (લુડો રમત ચિત્ર વાળું કેરમ-બોર્ડ, કુકરીયુ અને પાસા) મળી કુલ રૂપિયા ૩૪,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application