BREAKING NEWS

રક્ષાબંધનના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ : ભારતમાં નહીં દેખાય

  • August 26, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રક્ષાબંધનના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ : ભારતમાં નહીં દેખાય

યુરોપ, અમેરિકા, આફ્રિકા અને પૂર્વ પેસિફિક મહાસાગર વિસ્તારમાં ગ્રહણનું દૃશ્ય જોવા મળશે

આગામી તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શ્રાવણ પૂર્ણિમાના શુક્રવારના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થનાર છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ યુરોપ, અમેરિકા, આફ્રિકા તેમજ પૂર્વ પેસિફિક મહાસાગરના વિસ્તારોમાં જોવા મળશે.
જોકે, આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય અનુસાર ગ્રહણનો સમય સવારે ૦૬:૫૪ કલાકથી બપોરે ૧૨:૩૨ કલાક સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન ભારતમાં દિવસનો સમય હોવાથી ગ્રહણનું દૃશ્ય જોવા મળશે નહીં.
​​​​​​​
ચંદ્રગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી એક સીધી રેખામાં ગોઠવાય છે. જેના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી દ્વારા અવરોધાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ખગોળીય ઘટનાને કારણે ચંદ્રનો ભાગ અંધકારમય અથવા કાળો દેખાય છે. તેમ કિરીટભાઇ શાહની યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application