જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ખનીજ વિભાગની મોટી કાર્યવાહી...
જામજોધપુર તાલુકાના શેઠવડાળા-સડોદર રોડ પર ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ 4 ડમ્પર અટકાવવામાં આવ્યા હતા. જેમાં 2 ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા અને 2 ડમ્પર રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ખનિજ વહન કરતા મળી આવ્યા હતા.
ખનીજ વિભાગે આશરે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ક્રિષ્ના સ્ટોન ક્રશર અને સ્વાતી સ્ટોન ક્રશર ખાતે કબજો સોંપ્યો છે. સમગ્ર મામલે ખનીજ વિભાગ દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીમાં જામનગર ખાણ ખનિજ વિભાગના નૈતિકભાઈ, આનંદભાઈ અને નિખીલભાઈ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application