↵જામનગર: અંબર ચોકડી નજીક એકટીવામાં ખોટી નંબરપ્લેટ લગાડનાર પકડાયો
૧૧૧૧ વાળી ખોટા નંબર લગાવીને નીકળતા ટ્રાફિક પોલીસનો ભેટો થયો
જામનગરના અંબર ચોકડી રોડ પર એકટીવા લઇને નીકળેલા શખ્સને આંતરીને તપાસ કરતા ગાડીમાં ખોટી નંબર પ્લેટ હોવાનું જાણવા છતા સાચા તરીકે ઉપયોગ કરી બદ ઇરાદે સાચા નંબર છુપાવ્યા હતા જે વિગતો સામે આવતા આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરના ન્યુ સ્કુલ પાછળ જુના કુંભારવાડામાં રહેતા પૃથ્વી રમેશભાઇ નડીયાધાર નામના શખ્સે પોતાના કબ્જાની બ્લેક કલરની એકટીવામાં ખોટા રજીસ્ટર નં. જીજે૧૦ઇકે-૧૧૧૧ વાળા લગાવી આ ખોટા નંબર હોવાનું જાણવા છતા પોતે સાચા તરીકે ઉપયોગ કરી આ વાહનના સાચા નંબર જીજે૧૦ઇકે-૧૫૦૮ હોય બદ ઇરાદે છુપાવીને તપાસ દરમ્યાન પકડાઇ ગયો હતો. આથી ટ્રાફિક શાખાના હેડ કોન્સ. સત્યજીતસિંહ વાળા દ્વારા સીટી-બી ડીવીઝનમાં પૃથ્વી રમેશની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application