BREAKING NEWS

જામનગર: દોઢ કરોડના ઇંગ્લીશ દારૂના ગુનામાં ભાણવડ પંથકનો શખ્સ ઝડપાયો

  • May 16, 2026 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: દોઢ કરોડના ઇંગ્લીશ દારૂના ગુનામાં ભાણવડ પંથકનો શખ્સ ઝડપાયો

૭૫ જેટલા પ્રોહીબીશનના કેસમાં સંડોવણી : રેન્જ આઇજીની ટીમની કાર્યવાહી

ચોટીલા ખાતે પકડાયેલ દોઢ કરોડના ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા ભાણવડ પંથકના આરોપીને રેન્જ આઇજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, આરોપી ૭૫ જેટલા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યુ છે.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા તેમના હસ્તકના અને અન્ય જીલ્લાઓમાં ગુનો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હતી જે અન્વયે રેન્જના પીઆઇ અપુર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટલીયા અને સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા વર્કઆઉટ તથા હયુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહયા હતા.

દરમ્યાન સ્ટાફના સંદીપસિંહ ઝાલા, રસિક પટેલ, કમલેશ રબારી, મિતેશ પટેલ તથા કાસમ બ્લોચને મળેલ બાતમી મુજબ સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના આરોપી બધા ભોરા સામળા - રબારી રહે. રાણપર, હોળી ચકલાની બાજુમાં, તા. ભાણવડ, જી. દ્વારકાવાળાને માળીયા ખાતેથી પકડી ઘટતી કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો. 
ઉલ્લેખનીય છે કે આરોપી ચોટીલાથી પકડાયેલ દોઢ કરોડના ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો હતો અને અગાઉ ૭૫ જેટલા પ્રોહીના ગુનામાં પકડાઇ ચુકેલ હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application