ખંભાળિયા: પાછતર ગામેથી વિદેશી દારૂની ૩૯ બોટલો સાથે એક શખ્સ ઝબ્બે
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા પ્રોહીબીશન અને જુગારની બંદી નેસ્તનાબુદ કરવા આપેલી કડક સુચના અન્વયે ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.કોઠીયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ભાણવડ પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઇ ફોગાભાઇ ખાટલીયા, હેડ કોન્સ્ટેબલ નારણભાઇ પબાભાઇ બેલા તથા કિશોરસિંહ ચંદુભા જાડેજાને સંયુક્તમાં મળેલી ચોક્કસ હકિકતને આધારે પાછતર ગામના ગરચુડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે પાછતર ગામના ગરચુડી વિસ્તારમાં રહેતા લખમણભાઇ દેવાભાઇ છેલાણાના રહેણાક મકાનમાં તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૩૯ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત છ૨૯,૩૮૯ થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને આરોપી લખમણભાઇ દેવાભાઇ છેલાણાની અટકાયત કરી છે, જ્યારે જુનાગઢ ખાતે રહેતો અન્ય એક આરોપી ભગુભાઇ કરશનભાઇ ભારાઇ હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસ તેને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલમાં મેક ડોવેલ્સ નં.૦૧ ડિલક્ષ વ્હીસ્કીની ૧૨ બોટલ (કિ.રૂા. ૭,૮૭૨), અંકલ ટોમ મિન્ટ એન્ડ જામુન ફ્લેવર્ડ વોડકાની ૧૨ બોટલ (કિ.રૂા. ૧૦,૮૦૦), રોયલ સ્ટગ એક્ષકલુઝીવ વ્હીસ્કીની ૮ બોટલ (કિ.રૂા. ૫,૪૮૮), ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વની ૫ બોટલ (કિ.રૂા. ૩,૭૩૫) અને રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૨ બોટલ (કિ.રૂા. ૧,૪૯૪) નો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી ભાણવડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.કે.કોઠીયાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. દિવ્યરાજસિંહ પુથ્વીરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ નારણભાઇ બેલા, જીતુભાઇ જામ, કિશોરસિંહ જાડેજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા અને લાલાભાઇ ખાટલીયા દ્વારા કરવામાં આવી હતી.