BREAKING NEWS

જામનગર શહેરમાં દારૂની ૭ બોટલ સાથે શખ્સ ઝડપાયો 

  • May 29, 2026 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં દારૂની ૭ બોટલ સાથે શખ્સ ઝડપાયો 

વિશાલ પાર્કમાં  રહેણાક મકાનમાં પોલીસનો દરોડો

જામનગરના વિશાલ પાર્ક વિસ્તામાં પોલીસે રહેણાંક મકાન પર પાડેલા દરોડા દરમિયાન પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

સર્વેલન્સ સ્કોડના સ્ટાફને મળેલી બાતમીના આધારે તીરુપતિ પાર્કના ઢાળિયા પાસે આવેલા વિશાલ પાર્ક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી સોહીલ દિનેશભાઈ સંજોટ (ઉ.વ.૨૮), રહે. વિશાલ પાર્ક, જામનગરના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ ૭ બોટલો મળી આવી હતી.પોલીસે રૂપિયા ૩,૫૦૦ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application