BREAKING NEWS

ભાણવડમાં એક ડઝન સુર્ય કાચબા સાથે શખ્સની ધરપકડ

  • January 23, 2026 12:54 PM 


ભાણવડમાં એક ડઝન સુર્ય કાચબા સાથે શખ્સની ધરપકડ


દ્વારકા એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભાણવડનો એક શખ્સ ગેરકાયદે રીતે સુર્ય કાચબા રાખીને વેચાણ કરે છે જેના આધારે તપાસ કરી શખ્સને ૧૨ સ્ટાર ટર્ટલ (સુર્ય કાચબા) સાથે પકડી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાતો રાત પૈસાવાળા થવા ચમત્કારી લાભ મેળવવા માટે તાંત્રીક વિધિ કરવા સુર્ય કાચબાની મોટી કિંમત ચુકવવામાં આવતી હોવાની પણ લોકમુખે ચર્ચા ઉઠવા પામી છે. 

​​​​​​​

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા એસપી જયરાજસિંહ વાળા દ્વારા રાતોરાત અમીર બનવાના સપના જોનાર અને અમીર થવા માટે તાંત્રિક વિધીમાં અંધશ્રઘ્ધા ધરાવનાર ઇસમો દ્વારકા વન્ય પ્રાણી/જીવોને ગેર કાયદેસર રીતે ગોંધી રાખી તેની પર વિધી કરી અને આ વિધી માટે અલગ અલગ વન્ય જીવો/પ્રાણીઓનું વેચાણ કરનાર ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા એસઓજી પીઆઇ કે.કે. ગોહીલ તથા પીએસઆઇ ડી.એ. વાળાને જ‚રી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હતું, જે અનુસંધાને તા. ૨૨ના રોજ સ્ટાફના એએસઆઇ અરજણભાઇ, ચિરાગસિંહ, પોલીસ હેડ કોન્સ. જીતુભાઇ, નિતેશભાઇ તથા લખમણભાઇ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.




દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ભાણવડના સાકરીયા કુવા રોડ પર જુના બરફના કારખાના સામે વિજય રેફ્રીજરેશન વાળો અર્જુનભાઇ ભગાણી પોતાના કારખાનાની બાજુના વાડામાં સ્ટાર ટર્ટલ (સુર્ય કાચબા) ગેરકાયદે રીતે રાખી તેનુ વેચાણ કરે છે જેથી ચોકકત બાતમી હકીકત મુજબ કાર્યવાહી કરતા ઇસમ અર્જુનભાઇ વિજયભાઇ ભગાણી રહે. ભાણવડ ગ્રીનપાર્ક ગાયત્રી કૃપા, દ્વારકાવાળાને સાથે રાખીને ઇસમના કબ્જા ભોગવટાના કારખાનામાં ઝડતી તપાસ કરતા વાડામાંથી કુલ ૧૨ સ્ટાર ર્ટટલ (સુર્ય કાચબા) મળી આવેલ જે અંગુ આધાર પુરાવા કે પરવાનગી ન હોય જેથી સંરક્ષણ અધિનીયમ ૧૯૭૨ની અનુસુચી-૧માં આવતા સ્ટાર ટર્ટલ (સુર્ય કાચબા) ૧૨ નંગ કબ્જે કરી ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી કાયદેસરની કાર્યવાહી અર્થે ફોરેસ્ટ વિભાગ ભાણવડને સોપી આપ્યા હતા.

વધુમાં લોક મુખે ચર્ચાતી વાતો મુજબ રાતો રાત પૈસાવાળુ થવા ચમત્કારીક લાભો મેળવવા તાંત્રિક વિધી કરવા માટે એક સુર્ય કાચબાની કિ. ૫ લાખથી ૭ લાખ ચુકવાય છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application