જામનગરના ઠેબા ગામે આધેડ પર પાઇપથી પ્રહાર ઝઘડામાં વચ્ચે છોડાવવા જતા બે શખ્સો તુટી પડયા
જામનગર તાલુકાના ઠેબા ગામમાં થયેલી મારામારીની ઘટનામાં એક વ્યક્તિને માથામાં તથા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા પંચકોશી એ ડિવિઝન પોલીસે આ અંગે ગામમાં રહેતા બે શખ્સ સામે ફરીયાદ નોંધીને તપાસ આગળ ધપાવી છે.
ઠેબા ગામ ગૌશાળા પાસે રહેતા મગન નાથાભાઇ રાતડીયા (ઉ.વ.૫૨)એ ગઇકાલે પંચ-એમાં ઠેબા ગામમાં રહેતા રાજુ નાથા રાતડીયા તથા અજય રાજુ રાતડીયાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
બંને આરોપીઓ સાહેદ લાલજીભાઇ સાથે ઝઘડો - મારકુટ કરતા હોય જેથી ફરિયાદી વચ્ચે પડી છોડાવવા જતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીના માથામાં તેમજ હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચી હતી.