BREAKING NEWS

જામનગરમાં બે ચોરાઉ બાઇક સાથે નામીચો શખ્સ ઝડપાયો

  • July 09, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બે ચોરાઉ બાઇક સાથે નામીચો શખ્સ ઝડપાયો

એલસીબીએ ૯૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો : આરોપીની ૨૬ ગુનામાં સંડોવણી

જામનગર શહેરમાંથી ચોરી કરેલ બાઇક સાથે એક શખ્સને પકડી લીધો હતો જેમાં બે મોટરસાયકલ કબ્જે કરી ૯૦ હજારનો મુદામાલ મળી આવ્યો હતો, પકડાયેલો શખ્સ ૨૬ જેટલા ગુનામાં સંડોવાયેલો છે.

જામનગર શહેરમાં વાહનચોરીના ગુના શોધી કાઢવા એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા સુચના કરવામાં આવતા એલસીબી પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ભાટીયા અને સ્ટાફ અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ સોર્સ અને સીસી ફુટેજના આધારે વર્કઆઉટ કરવામાં આવ્યુ હતું, એલસીબીના દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ અને યુવરાજસિંહને મળેલ બાતમી આધારે જામનગરના બેડેશ્ર્વર ગરીબનગર પાણાખાણમાં રહેતા આરોપી સદામ ઉર્ફે સદામડી અનવર સાયચાના રહેણાંક મકાનમાંથી ચોરી કરીને મેળવેલા સ્પ્લેન્ડર પ્લસ અને યામાહા મોટરસાયકલ સાથે પકડી સીટી-બીને સોપી આપ્યો હતો.

બંને બાઇકની ૯૦ હજારની કિંમત ગણી મુદામાલ કબ્જે કર્યો હતો, સીટી-બી અને બેડી મરીનના ગુના શોધી કાઢવામાં આવ્યા છે, આરોપી સદામ સાયચા સામે સીટી-એ, બી, સી, પંચકોશી, બેડી મરીનમાં મળીને કુલ ૨૬ ગુનામાં સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application