BREAKING NEWS

જામનગર શહેરમાં દુકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

  • August 07, 2026 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં દુકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

૧૦ ચપલા સાથે મચ્છરનગરના શખ્સની અટકાયત

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ૯ વિસ્તારમાં આવેલી આશાપુરા પાન મસાલાની દુકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હોવાની ખાનગી બાતમીના આધારે સીટી - બી ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી ઇંગ્લિશ દારૂના કુલ ૧૦ પ્લાસ્ટિક પાઉચ મળી આવતા પોલીસે દુકાનદાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

જામનગરના સીટી-બી ડીવીઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પટેલ કોલોની શેરી નં. ૯ પાસે આવેલ આશાપુરા પાન મસાલાની દુકાનમાં વિદેશી દારૂ વેચાણ અર્થે રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન દુકાનમાં હાજર ખોડુભા શીવુભા ચુડાસમા (ઉ.વ. ૪૭), રહે. મચ્છરનગર, શેરી નં. ૨, મંદિર પાસે, જામનગરની પૂછપરછ કરી દુકાનની તપાસ કરતાં ઈંગ્લીશ દા‚ના ૧૦ પાઉચ મળી આવ્યા હતા. દરેક પાઉચની કિંમત કુલ ૩,૦૦૦નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) અને ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application