BREAKING NEWS

જામનગર: ધ્રોલમાં યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો : પઠાણી ઉઘરાણી

  • July 21, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલમાં યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો : પઠાણી ઉઘરાણી

૨૫ હજારના ૧.૧૫ લાખ ચુકવ્યા : બે શખ્સો સામે નોંધાવાતી ફરીયાદ

ધ્રોલમાં રહેતા એક યુવાને રૂ. ૨૫ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને ૧.૧૫ લાખ જેવી રકમ ચુકવી દેવા છતા આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધમકી દેવામાં આવતા મામલો પોલીસમાં પહોચ્યો છે જયાં બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. 

ધ્રોલના ચંદનવાસમાં રહેતા મજુરી કરતા જીવણ દેવજીભાઇ ચાવડા (ઉ.વ.૩૯) નામના યુવાને ૨૦૨૩માં આરોપી તોસીફ પાસેથી રૂ. ૨૫ હજાર માસીક ૨૫૦૦ના ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને આ રૂ​​​​​​​પીયા પેટે ફરીયાદી યુવાને આરોપીને પરત ૨૫ હજાર ન આપે ત્યાં સુધી દર મહિને વ્યાજે લીધેલ જે વ્યાજના લીધેલ કુલ રૂ. ૧.૧૫ લાખ લઇ અવાર નવાર વ્યાજ તથા મુદલની પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરીને સતાવતા હતા. 

આરોપી મુસ્તુફા પણ આરોપી તોસીફના કહેવાથી ફરીયાદી પાસે વ્યાજ-મુદલની બળજબરીપુર્વક ઉઘરાણી કરી ફરીયાદી તથા તેના પિતા સાથે તુકારાથી વાત કરીને રૂપીયા તો તમારે ગમે ત્યાંથી વ્યાજના આપવા જ પડશે નહીતર તમને જોઇ લેશુ તેવી ધમકી આપી હતી. આમ બળજબરીથી વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી. 

દરમ્યાનમાં જીવણભાઇ ચાવડા દ્વારા ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ધ્રોલની નંદનવન સોસાયટીમાં રહેતા તોસીફ જુસબ દલ તથા મુસ્તુફા આ બંનેની વિરુઘ્ધ બીએનએસ તથા મનીલેન્ડસ મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application