BREAKING NEWS

ખંભાળિયા : હરીપરની સીમમાંથી દેશી પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ગીરફતાર

  • January 17, 2026 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્યાણપુરના હરીપર ગામની સીમમાંથી પરવાના વીનાની દેશી બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સને દ્વારકા એસઓજીની ટુકડીએ દબોચી લીધો હતો અને હથીયાર કયાથી લીધા એ બાબતે પુછપરછ હાથ ધરી છે. 


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા એસપી જયરાજસિંહ વાળા, ઇન્ચાર્જ પીઆઇ સાગર રાઠોડએ જિલ્લામાં સક્ષમ અધિકારીઓની મંજુરી કે પરવાના વગરના ગેરકાયદે દેશી હાથ બનાવટના કે વિદેશી બનાવટના હથિયારો રાખનાર કે છુપાવનાર ઇસમોની માહિતી શોધી કાઢી અસરકાર કામગીરી કરવા એસઓજી પીઆઇ કે. કે. ગોહિલને સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પીએસઆઇ ડી.એ. વાળાની ટીમ બનાવી હયુમન સોર્સથી માહિતી એકઠી કરવા સધન પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન એએસઆઇ સજુભા જડેજા, અરજણભાઇ ચંદ્રાવડીયા અને હેડ કોન્સ હરદીપસિંહ જાડેજાને હયુમન સોર્સથી વિશ્ર્વાસુ બાતમીદાર મારફતે સંયુકત હકીકત મળેલ કે કલ્યાણપુરના હરીપર ગામે રહેતા દિવ્યરાજસિંહ જીલુભા જડેજા (ઉ.વ.૨૫) રહે. હરીપર ગામ, રામચંદ્રજી મંદિર પાસે, તા. કલ્યાણપુર, દ્વારકાવાળો હાલ તેની હરીપર ખીજદળ ગામ તરફ જતા રસ્તે મચ્છુ માતાજી મંદિર નજીક આવેલ વાડી ખેતર પાસેના સરકારી જમીનમાં બાવળની જાળીઓમાં શીકાર કરવાના હેેતુથી દેશી હાથ બનાવટની પિસ્ટલ અને દેશી હાથ બનાવટનો તમંચો લઇને શિકાર કરવાની પેરવી કી રહેલ છે.
​​​​​​​

જે હકીકતવાળા સ્થળે પંચો સાથે ખરાઇ કરતા ઇસમ મળી આવેલ તેની અંગઝડતીમાંથી પેન્ટના નેફામા બંને તરફ સંતાડી રાખેલ દેશી બનાવટની પીસ્ટલ અને તમંચો મળી આવતા હથીયાર અંગેનો પરવાનો નહી હોવાનું જણાવતા ગેરકાયદેસર પિસ્ટલ કિ. ૨૫ હજાર અને દેશી બનાવટનો તમંચો કિ. ૧૫ હજાર મુદામાલ સાથે પકડી પાડી કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application