BREAKING NEWS

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો 

  • July 10, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો 

૧૩૧ નંગ ચપલા, મોટર સાયકલ સહિત ૬૫ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધીક્ષક મીત રૂદલાલ અને રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાયની સૂચના મુજબ દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

તે અન્વયે દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ આર.એલ.ચોપડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન એ.એસ.આઇ રાણાભાઇ રણમલભાઇ વાઘેલા અને હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ફારૂક નુરમામદભાઇ બાલાગામીયાએ બહારથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી પોતાના રહેણાક મકાનમાં સંતાડ્યો છે.
​​​​​​​
બાતમીના આધારે પોલીસે તાકીદે તે સ્થળે રેઇડ પાડતા આરોપી પોતાના ઘરે હાજર મળી આવ્યો હતો. પોલીસે મકાનની તલાશી લેતા ત્યાંથી ઓલ સીઝન્સ ગોલ્ડ કલેક્શન રિઝર્વ વ્હિસ્કીના ૧૩૧ નંગ ચપલા, જેની કિંમત રૂ ૪૫,૮૫૦ થાય છે, તે કબજે કર્યા હતા. આ ઉપરાંત પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલું રૂ. ૨૦,૦૦૦ની કિંમતનું ટી.વી.એસ જુપીટર મોટરસાયકલ (રજી. નંબર જીજે-૩૭-એફ-૩૦૯૬) પણ જપ્ત કર્યું હતું. આમ, પોલીસે કુલ રૂપિયા ૬૫,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કરી ૩૦ વર્ષીય આરોપી ફારૂક નુરમામદભાઇ બાલાગામીયા વિરુદ્ધ એ.એસ.આઇ હરપાલસિંહ ઝાલાની ફરિયાદના આધારે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 
આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, થારીયાભાઇ સુમણીયા, કુલદીપભાઇ ખુમાણ અને પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application