BREAKING NEWS

જામનગર: નાઘેડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

  • July 03, 2026 07:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નાઘેડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

૬.૩૩ લાખનો મુદામાલ કબ્જે : સપ્લાયરનું નામ ખુલ્યુ : નાઘેડી રોડ પર બાઇકની ડેકીમાંથી ચપલાઓ મળી આવ્યા : ભીમવાસમાં દારૂ કબ્જે, આરોપી રફુચકકર

જામનગરના નાઘેડી ગામની શિવાલીક સોસાયટીમાં વાહનોમાંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલોનો જથ્થો મળી આવતા કુલ ૬.૩૩ લાખના મુદામાલ સાથે શિવાલીક સોસાયટીના શખ્સને દબોચી લીધો હતો જેમાં એકનું નામ ખુલ્યુ હતું, જયારે નાઘેડી રોડ પરથી વધુ એક શખ્સ બાઇકની ડેકીમાં ચપલા લઇને નીકળતા પોલીસે પકડી લીધો હતો, ઉપરાંત શહેરના ભીમવાસના ઢાળીયા પાસે ઇંગ્લીશ દારૂ​​​​​​​ના ૧૦ ચપલા કબ્જે કર્યા હતા આરોપી રફુચકકર થઇ ગયો હતો.

જામનગર એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પંચ-બી પીઆઇ રાઠોડ અને સ્ટાફ દ્વારા દારૂ-જુગારના કેશ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સ્ટાફના એએસઆઇ શૈલેન્દ્રસિંહ, જયપાલસિંહને સંયુકત બાતમી મળેલ કે નાઘેડી ગામ શિવાલીક સોસાયટીમાં રહેતા આરોપીના મકાને કબ્જાવાળી કાર અને બાઇકમાં વિદેશી દારૂની બોટલો વેચાણ અર્થે રાખી હેરાફેરી કરે છે.

જે બાતમીના આધારે દરોડો પાડી અંગ્રેજી શરાબની ૨૨ બોટલ તથા ૧૭૬ ચપટા અને ફોરવ્હીલ કાર તથા મોટરસાયકલ મળી કુલ ૬.૨૧.૨૪૦ના મુદામાલ સાથે શિવાલીક સોસાયટીમાં રહેતા કિશન ભરત મસુરા (ઉ.વ.૨૮)ને દબોચી લીધો હતો. જયારે તપાસ દરમ્યાન દારૂ પુરો પાડનાર નાઘેડીના રામ ઉર્ફે રામકો જીવા મોઢવાડીયાનું નામ ખુલ્યુ હતું જેની શોધખોળ ચલાવવામાં આવી હતી.

બીજા દરોડામાં મુળ પોરબંદરના બોખીરા ગામના અને હાલ નાઘેડીમાં રહેતા અભય ઉર્ફે કેવલ પુંજા મોઢવાડીયા નામના શખ્સને ગઇકાલે નાઘેડી રોડ પર ઇંગ્લીશ દારૂના ૨૮ ચપટા, એકસેસ સાથે પકડી લીધો હતો. કિશને દારૂ પુરો પાડયાનું બહાર આવ્યુ હતું.

આ ઉપરાંત જામનગરના ભીમવાસમાં રહેતા અજય પરમારના કબ્જામાંથી વેચાણ અર્થે રાખેલ વિદેશી દારૂના ૧૦ ચપલા કબ્જે કર્યા હતા, જયારે આરોપી નાસી ગયો હતો જેની તલાશ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application