BREAKING NEWS

જામનગર: ગુલાબનગરમાં જુની અદાવતમાં યુવાનને ઢીકાપાટુનો માર માર્યો

  • October 22, 2026 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગુલાબનગરમાં જુની અદાવતમાં યુવાનને ઢીકાપાટુનો માર માર્યો

પાંચ વર્ષ પુર્વે થયેલી માથાકુટનો ખાર રાખી ચાર શખ્સ તુટી પડયા

ગુલાબનગરના ક્રિષ્નાપાર્ક મેઇન રોડ પર આશરે પાંચેક વર્ષ પહેલા થયેલી માથાકુટનો ખાર રાખીને એક યુવાનને ઢીકાપાટુનો માર મારી ધમકી દીધાની ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે.
​​​​​​​
શહેરના ગુલાબનગર અખાડા ચોક ખાતે રહેતા અરબાઝખાન અયુબખાન બ્લોચ (ઉ.વ.૨૮) નામનો યુવાન પોતાના શેઠની ફોરવ્હીલ ગાડી લઇને ગત તા. ૧૯ના રાત્રીના સુમારે ગુલાબનગરના ક્રિષ્ના પાર્ક મેઇન રોડ પરથી નીકળ્યો હતો ત્યારે આરોપી નિલેશ સાથે પાંચેક વર્ષ પહેલા થયેલી માથાકુટનો ખાર રાખી આરોપીએ જેમ તેમ બોલી આંખ પાસે જોરથી મુકકો ફરીયાદીને માર્યો હતો અને અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારેલ તેમજ ધમકી દીધી હતી. અરબાઝખાન દ્વારા આ બનાવ અંગે નિલેશ ઉર્ફે નિલિયો કણઝારીયા તથા મોઇન બસર વાઘેર અને બે અજાણ્યા ઇસમ વિરુઘ્ધ સીટી-બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application