BREAKING NEWS

દ્વારકાના કુરંગા ગામ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ સાંપડ્યો

  • September 17, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના કુરંગા ગામ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ સાંપડ્યો

પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસની શોધખોળ

દ્વારકા-પોરબંદર માર્ગ પર કુરંગા ગામ નજીક આવેલા સીએનજી પમ્પ પાસેથી ગત તારીખ ૧૫ના રોજ આશરે ૩૫ થી ૪૦ વર્ષના એક અજાણ્યા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકને ગંભીર ઈજાઓ થવાના કારણે માથામાંથી તથા કાનમાંથી લોહી નીકળતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું ખુલવા પામ્યું હતું.

આ મૃતદેહને દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃતકની છાતીમાં ડાબી બાજુ રામ લખેલું છે. તેમના ડાબા ગાલ પર મસાનું નિશાન છે. ઉપરોક્ત મૃતદેહને હાલ કોલ્ડ રૂમમાં સાચવીને રાખવામાં આવ્યો છે.
​​​​​​​
આ અજાણ્યા પુરુષના વાલી- વરસે દ્વારકાના પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૯૨-૨૩૪૫૨૩ અથવા તપાસનીસ એ.એસ.આઈ. ડી.જે. જાડેજા (મો. ૮૧૨૮૩ ૧૨૭૨૧) નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application