ઉતરાયણના દિવસે લોકો પતંગની મોજ માણી રહ્યા હતા જયારે કેટલાક લોકો ડખ્ખાના મૂડમાં હોવાથી કેટલીક જગ્યાએ મારામારીના બનાવ બન્યા હતા. ઘણા લોકોને અજાણ્યા મારમારી ગયાનું પણ નોંધાયું છે. કોઠારીયાના નારાયણ નગર-1માં રહેતા ભારતીબેન રણજીતભાઇ મકવાણા (ઉ.વ.52)ના બપોરે ચારેક વાગ્યે ઘર પાસે હતા ત્યારે કોઈ અજાણ્યાએ પાણકો મારતા ઇજા થવાથી સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી હતી.
હુડકો ચોકડી પાસે યુવકને ઢીકાપાટુ માર્યા
હુડકો ચોકડી પાસે ખોડિયાર ટેકરી સુખરામનગરમાં રહેતો ભુરસીંગ સુરેશસીંગ ભદોરિયા (ઉ.વ.28)નો ઘર પાસે હતો ત્યારે થાનસીંગ ઠાકોર અને અજાણ્યાએ ઝગડો કરી ઢીકાપાટુનો મારમારતા સિવિલ હોસ્પિટલમા સારવાર લીધી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
શાપરમાં યુવકને પાઇપથી ફટકાર્યો
શાપરમાં શીતળા મંદિર પાસે રહેતો કવિ કુમાર બલિરામ મહંતો (ઉ.વ.20)નો સાંજે સાતેક વાગ્યે શાકમાર્કેટમાં હતો ત્યારે પરવેઝ અને અજાણ્યાએ બોલાચાલી કરી પાઇપ વડે મારમારતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમા દાખલ થતા સારવાર આપવામાં આવી હતી બનાવ અંગે શાપર પોલીસેનોંધ કરી તપાસ હાથ ધરી છે.
મેટોડામાં પિતા-પુત્રને પાઇપથી માર માર્યો
મેટોડા ગેઇટ નંબર-2 પાસે રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા ગિરજા કનૈયાલાલ શાહુ (ઉ.વ.40) અને તેનો પુત્ર વિક્કી (ઉ.વ.19) બંને રાત્રીના નવેક વાગ્યે ગેઇટ નંબર-3 પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઝગડો કરી પ્લાસ્ટિકના પાઇપ વડે મારમારતા પિતા-પુત્રને ઇજા થવાથી સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
એસટી બસ પોર્ટ પાછળ યુવકને ધોકાવ્યો
દૂધડેરી રોડ પર આવેલા શિવાજીનગર-1માં રહેતો કલ્પેશ ભરતભાઈ સરવૈયા (ઉ.વ.22)નો સાંજે આઠેક વાગ્યે એસટી બસ પોર્ટ પાછળ આવેલી જાય અંબે હોટેલ પાસે હતો ત્યારે કોઈ અજણ્યા શખ્સએ માથાકૂટ કરી મારમાર્યો હતો. યુવકે સિવિલમાં સારવાર લીધી હતી. આ એડીવીઝન પોલીસે નોંધ કરી છે.
કેકેવી હોલ નજીક પાર્થને પાઇપથી માર્યો
રામપાર્ક રોડ પર રહેતો પાર્થ અશોકભાઈ રાઠોડ (ઉ.વ.25)નો સાંજે સાતેક વાગ્યે કેકેવી હોલ પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સે ઝગડો કરી પાઇપથી મારમારતા સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી છે.
ભગવતીપરામાં યુવકને પાણકાના ઘા માર્યા
ભગવતીપરાના સુખ સાગર સોસાયટીમાં રહેતો સુમન રામ (ઉ.વ.30)નો સાંજે સાતેક વાગ્યે ઘર પાસે હતુંત્યારે રિઝવાન અને તેની સાથેના અજાણ્યા એ બોલાચાલી કરી પાણકાના ઘા મારતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમા સારવાર લીધી હતી. બનાવ અંગે બી ડિવઝન પોલીસને જાણ કરાઈ હતી.
કુબલિયામાં મારમારીમાં બેને ઇજા
કુબલિયાપરા-5માં રહેતી અંજલિ અજયભાઇ સોની (ઉ.વ.14)ની તરુણી રાત્રીના દશેક વાગ્યે ઘર પાસે હતી ત્યારે પડોશી ભગુ અને પોપટે ઝગડો કરી પાણો મારી દેતા ઇજા થવાથી સિવિલમાં ખસેડાતા સારવાર આપવામાં આવી હતી. જયારે સામે કુબલિયાપરા-5માં રહેતો ધર્મેશ પોપટભાઈ સોલંકી (ઉ.વ.20)નો રાત્રે દશેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે કલુ અને અજાણ્યાએ ધારદાર વસ્તુ મારતા ઇજા થવાથી સિવિલમાં સારવાર લીધી હતી.બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરાઈ હતી.
આંબડેકરનગરમાં યુવકને ઢીકાપાટુનો માર માર્યો
80 ફૂટ રોડ પર આંબેડકરનગર -14માં રહેતો પ્રકાશ વસંતભી ચાવડા (ઉ.વ.35)નો સાંજે આઠેક વાગ્યે આંબેડકરનગર-1માં હતો ત્યારે મહિપાલ અને ગૌતમે ઝગડો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમારતા મૂંઢ ઇજા થવાથી સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગંજીવાડામાં યુવકને સળિયાથી ફટકાર્યો
ગંજીવાડા-36માં રહેતો સાગર વિહાભાઈ સોલંકી (ઉ.વ.30)નો રાત્રીના 11 વાગ્યે ઘર નજીક હતો ત્યારે રાહુલ અને રોહિતે ગાળો આપી ઝગડો કર્યો હતો, યુવકે ગાળો આપવાની ના પાડતા સળિયાથી માર મારતા ઇજા થવાથી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
સોરઠિયાવાડી પ્લોટમાં બંધુઓને ધોકાથી માર માર્યો
થોરાળા રોડ પર સોરઠીયા વાડી પ્લોટમાં રહેતા અને કચરાગાડી હંકારતા કિશનભાઈ દિનેશભાઈ પરમાર અને તેનભાઈ દેવેન્દ્ર (ઉ.વ.28)ના રાત્રે ઘર નજીક હતા ત્યારે કૌટુંબિક હંસરાજ સાગઠીયા, મનુ સાગઠીયા, સુનિલ સાગઠીયાએ અગાઉના મનદુઃખમાં ધોકા વડે હુમલો કરતા બંનેને ઇજા થવાથી સિવિલમાં ખસેડાયા હતા. બનાવ અંગે થોરાળા પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.