BREAKING NEWS

જામનગરમાં તા.૧૩ના રોજ મેરેથોન અને તા.૧૪ના રોજ સાઇકલોથોન યોજાશે

  • December 11, 2025 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર મહાનગર પાલિકા દ્વારા આગામી તા.૧૩ના રોજ સવારે ૬.૩૦ વાગ્યે મેરેથોન અને તા.૧૪ના રોજ સવારે સાઇકલોથોન સ્પર્ધા યોજાશે અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ રજીસ્ટ્રશન થઇ ગયા છે બંને સ્પર્ધામાં પ્રથમ ૧૦ આવનાર સ્પર્ધકને સાઇકલ આપવામાં આવશે જયારે પ્રથમ ૭૦૦ રજીસ્ટ્રેશન થયા હોય તેઓને ટીશર્ટ આપવામાં આવશે આ સ્પ્રર્ધામાં વધુને વધુ લોકો જોડાય તે માટે અને બંને દિવસના રૂટમાં જામનગર વાસીઓ પાનની પિચકારી ન મારે અને કોઇ પણ પ્રકારનો કચરો ના ફેકે તે માટે મ્યુ. કમિશ્નર ડી.એન.મોદીએ આજે બોલાવેલી પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતુ. 


મ્યુ.કમિશ્નર અને ડીએમીસી દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી તે અભ્યાન હેઠળ હશેરમાં ૬ કિમી.ની મરેથોન તા.૧૩ના રોજ સવારે ૬.૩૦ વાગ્યે યોજાશે આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના સ્પર્ધકો ભાગ લઇ શકશે. સવારે ૬.૩૦ વાગ્યાથી ઓશવાળ ઇગ્લિંશ એકેડમી, ઇન્દીરા માર્ગ ફાયર સ્ટેશન, સાત રસ્તાથી શરૂ થશે અને નવો ફલાય ઓવર બ્રીજ, ગુરૂદ્રારા જંકશન, નાગનાથ જંકશન, થઇને ઓશવાળ એકેડમી પરત થવાનું રહેશે.


આ ઇવેન્ટમાં ભાગ લેનારા કયુઆર કોડ સાથેના બેનર શહેરમાં રણમલ તળાવ, સ્પોર્ટસ કોમલેકસ એમ્યુઝમેન્ટ પાર્ક અને કોર્પોરેશનના અલગ અલગ વિસ્તારમાં હોર્ડીન્ગસ લગાવવામાં આવ્યમા છે પ્રથમ ૭૦૦ ઓનલાઇન નોંધણી કરાવશે તેમને કોર્પોરેશન તથા તેમના સહયોગી તરફથી ટીશર્ટ આપવામાં આવશે. ઉપરાંત એફએમ રેડીયો, રણમલ તળાવ પાસે ઝીંગલ પ્રસારીત કરાઇ છે.


મેરેથોન પૂરી થયા બાદ પ્રથમ ૧૦ આવનારને લકકી ડ્રો મારફતે પસંદ કરીને બ્રાન્ડ ન્યુ સાઇકલ આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ, જીલ્લા રમતગમત વિભાગ, જીલ્લા યુવા વિકાસ વિભાગ, શાસના અધિકારી, રોટરી કલબ, જામનગર સાઇકલીંગ કલબ, નવાનગર નેચર કલબ, લાખોટા નેચર કલબ, જાયન્ટસ ગ્રુપ, એનસીસી વિભાગ, પોલીસ વિભાગ, હોમગાર્ડઝ, ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજ સહિતના સહકાર આપી રહ્યા છે આ ખરેખર સ્પર્ધા નથી ૬ કિમી.ના રૂટમાં બીજા અન્ય વાહનો માટે પ્રતિબંધ જાહેર કરી દેવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application