BREAKING NEWS

જામનગરની રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લેતા માર્કો રૂબિયો: મુકેશ અંબાણી સાથે બેઠક

  • October 22, 2026 03:05 PM 
  ↵

જામનગરની રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લેતા માર્કો રૂ​​​​​​​બિયો: મુકેશ અંબાણી સાથે બેઠક


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરીમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂ​​​​​​​બિયો અને ભારતમાં અમેરિકી રાજદૂત  સર્જિયો ગોરનું સ્વાગત કર્યું હતું. મહેમાનોને વિશ્વકક્ષાની રિફાઇનરીના સંકુલની મુલાકાત દરમિયાન ક્ષમતા, અદ્યતન ટેકનોલોજી અને સંકલિત કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

અમેરીકી વિદેશ મંત્રી રૂ​​​​​​​બિયો અને રાજદૂત ગોરને રિલાયન્સની તબક્કાવાર શરૂ કરવામાં આવી રહેલી ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઓ અને નિર્માણાધીન ડેટા સેન્ટરો વિશેની પણ સમજ આપવામાં આવી હતી.  આ મુલાકાતે તેના સુસ્થાપિત આધુનિક ઉત્પાદન અને ઊંડી તકનીકી ક્ષમતાઓને જોડતા ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંપનીના રોકાણોનો એક સર્વગ્રાહી ચિતાર આપ્યો હતો. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જામનગર સંકુલ માટેના રિલાયન્સના લાંબા ગાળાના વિઝન તેમજ તેને કઇ રીતે ડીપ-ટેક, ઇનોવેશન તેમજ એડવાન્સ મેન્યુફેક્ચરિંગના કેન્દ્ર તરીકેના વિકસાવવાં આવી રહ્યું છે તેની રૂપરેખા આપી હતી.

આ મુલાકાતમાં વૈશ્વિક ઊર્જા પરિદૃશ્ય અને પરંપરાગત તથા ન્યૂ એનર્જી ક્ષેત્રે વ્યાપારી ભાગીદારીની તકો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ વિચાર-વિમર્શમાં વિશ્વસનીય અને વાજબી ઊર્જા પુરવઠા, ટેકનોલોજિકલ પ્રગતિ, મજબૂત સપ્લાય ચેઇન અને વધતી માગને પહોંચી વળવા માટે જરૂરી રોકાણ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

આ ચર્ચામાં ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વધતા સમન્વય અંગે પણ વિચારણા કરવામાં આવી હતી, જેમાં ડેટા સેન્ટરો અને ડિજિટલ અર્થતંત્રના વિસ્તરણને સહાયભૂત થવામાં ભરોસાપાત્ર વીજ પૂરવઠાની ભૂમિકાનો પણ સમાવેશ થાય છે. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પરસ્પર પૂરક શક્તિઓનો ઉપયોગ કરીને અમેરિકી કંપનીઓ સાથે સહયોગની તકો અંગે પોતાના દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા. આ મુલાકાતે ઉદ્યોગ જગતના દૃષ્ટિકોણનું આદાન પ્રદાન કરવા અને પરસ્પર વ્યાપારી હિત ધરાવતા ક્ષેત્રો શોધવાની એક રચનાત્મક તક પૂરી પાડી હતી.અમે વિદેશ મંત્રી અને રાજદૂતની આ મહત્વની મુલાકાત માટે તેમના અત્યંત આભારી છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application