જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી સહિત હાલારના ૧૩ અધિકારીઓની સામુહિક બદલી
૧૪૫ નાયબ કલેકટરની સાગમટે બદલીમાં જામનગર અને દ્વારકા જીલ્લાના અધિકારીઓનો પણ સમાવેશ
તહેવાર પહેલા ગંજીફો ચિપતી રાજય સરકાર : નાયબ ચુંટણી અધિકારી, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન કચેરી સહિતના અધિકારીઓને અન્ય જીલ્લામાં મુકાયા
રાજય સરકાર દ્વારા તહેવાર પહેલા બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે, જેમાં ૧૪૫ જેટલા અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે, હાલારના ૧૩ અધિકારીઓ જેમાં જામનગર ૭ અને ૬ દેવભુમી દ્વારકાનો સમાવેશ થાય છે.
જામનગરના જીલ્લા ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયાને ડે. મ્યુ. કમિશ્નર તરીકે મોરબી, ડે. ડીસ્ટ્રીક ઇલેકટશન ઓફીસર ડી. એચ. કોટકને પ્રાંત ઓફિસર બગસરા, પ્રાંત ઓફીસર દેવભુમી દ્વારકાના કે.કે. કરમટાને પ્રાંત ઓફીસ અબડાસા, ડે. કલેકટર સ્ટેમ્પ ડયુટી ભાવનગરના સંઘ્યાબેન હેરમાને પ્રાંત ઓફીસર દેવભુમી દ્વારકા, ડીડીઓ દેવભુમી દ્વારકા પૃથ્વીસિંહ ગોહિલને પ્રાંત ઓફીસર વાંકાનેર, ડે. કલેકટર સ્ટેમ્પ ડયુટી જામનગર અર્દેશ આર. બશેરને ડે. ડાયરેકટર (ચીફ મીનીસ્ટર હેલ્પલાઇન યુનિટ) ગાંધીનગર ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યુ છે.
જયારે ડે. કલેકટર સ્ટેમ્પ ડયુટી સુરતના શાંતીબેન વી. ધીલાને પ્રાંત ઓફીસર જામનગર ગ્રામ્ય, સ્પે. લેન્ડ એકવીસીટેશન ઓફીસર વડોદરાના પુનમબેન પરમારને ડે. કલેકટર સ્ટેમ્પ ડયુટી જામનગર, જીલ્લા પુરવઠા અધિકારી જામનગરના સુધિરભાઇ બારડને ડે. ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ ઓફીસર અમરેલી, જીલ્લા પુરવઠા અધિકારી દાહોદના ગૌતમ એમ. લોડલીયાને પ્રાંત ઓફીસર ધ્રોલ, પ્રાંત ઓફીસર મોડાસાના વી.બી. પટેલને નાયબ ડીડીઓ દેવભુમી દ્વારકા તથા ડે. ડીસ્ટ્રીકટ ઇલેકશન ઓફીસર દ્વારકા એ. જે. રાજપુતને ડે. કલેકટર તરીકે દ્વારકામાં જ મુકાયા છે, સાથો સાથ ડે. કલેકટર દેવભુમી દ્વારકા વાય.પી. ગઢવીને પ્રાંત ઓફીસર દ્વારકા મુકવામાં આવ્યા છે. આમ દેવભુમી દ્વારકા જીલ્લામાં બે અધિકારીઓની આંતરીક બદલીઓ કરવામાં આવી છે.