ઓખાથી ૨૫ નોટિકલ માઈલ દૂર સર્જાયેલી ઘટનામાં પાંચ ખલાસીઓનો આબાદ બચાવ
ઓખાના દરિયામાં સલાયાની બોટમાં અચાનક એન્જીનમાં વિસ્ફોટ થતાં ભયાનક આગનું નિર્માણ થયું હતું. બોટમાં સવારમાં પાંચ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો, ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ લેતા વહાણની જળસમાધિ થઇ હતી.
ઓખાથી અંદાજે ૨૫ નોટિકલ માઈલ દૂર મધદરિયે માછીમારી કરી રહેલી ફેઝાને કામુલસા નામની બોટમાં ગઈકાલે સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. બોટમાં પાંચ ખલાસીઓ સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ બોટના એન્જિનમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર બોટમાં આગ પ્રસરી ગયેલ હતી. અને મધદરિયે જ બોટ જળસમાધિ પામી હતી. આ બોટના માલિક સલાયાના રહેવાસી હાસમ આદમ ચમડીયા હોવાનું જાણવા મળ્યું છે. મધદરિયે બનેલી આ ઘટનાને પગલે માછીમાર પરિવારોમાં ચિંતા પ્રસરી હતી.આ બનાવ ગઈ કાલે સવારે બન્યા હોવાનું જાણવા મળેલ છે.