દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના રાજપરા ગામે ગેરકાયદેસર પ્રચંડ બ્લાસ્ટ
ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા હેઠળ આવતા રાજપરા ગામની સીમ વિસ્તારમાં કરવામાં આવેલા પ્રચંડ અને ગેરકાયદેસર બ્લાસ્ટિંગના કારણે સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક વિગતો અનુસાર, સંબંધિત પ્રાઇવેટ કંપની દ્વારા કોઈપણ પ્રકારની કાયદેસર સરકારી મંજૂરી કે જરૂરી સેફ્ટી પરમિશન લીધા વિના જ અત્યંત જોખમી રીતે આ શક્તિશાળી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
આ ધડાકો એટલો ભયાનક હતો કે તેનો સીધો આંચકો આસપાસના રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો હતો. પ્રચંડ ધ્રુજારી અને ધડાકાના લીધે સ્થાનિક ગ્રામજનોના ઘરોમાં રહેલા ટીવી, ફ્રિજ સહિતના મોંઘા ઈલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા છે અથવા ક્ષતિગ્રસ્ત થઈ મોટા પાયે નુકસાન પામ્યા છે. અચાનક થયેલા આ બ્લાસ્ટથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ છે. કોઈપણ સુરક્ષા વ્યવસ્થા કે પૂર્વ સૂચના વગર રહેણાંક નજીક કરવામાં આવેલા આવા જોખમી બ્લાસ્ટિંગને પગલે સ્થાનિક લોકોમાં કંપનીની આવી બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application