BREAKING NEWS

જામનગર​​​​​​​ : મૌની બાપુ ચેતનદાસની કનક દંડવત યાત્રા કાલાવડ પહોંચી

  • October 20, 2026 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : મૌની બાપુ ચેતનદાસની કનક દંડવત યાત્રા કાલાવડ પહોંચી


ધાર્મિક આસ્થા, અતૂટ શ્રદ્ધા અને અડગ સંકલ્પનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડતી મૌની બાપુ ચેતનદાસની આશરે ૫૦૦ કિલોમીટરની કનક દંડવત યાત્રા કાલાવડ ખાતે આવી પહોંચતાં ભારતીય જનતા પાર્ટી, કાલાવડ શહેરના આગેવાનો અને કાર્યકરોએ તેમનું ભાવભર્યું સ્વાગત કરી સન્માન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૌની બાપુ ચેતનદાસે અમદાવાદના કાંકરિયાકર્ણાવતી નગર સ્થિત શ્રી દાદુધામ હનુમાન મંદિરથી દેવભૂમિ દ્વારકા સુધી કનક દંડવત યાત્રા કરવાનો સંકલ્પ લીધો છે. તા. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ શરૂ થયેલી આ યાત્રામાં તેઓ ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે દંડવત પ્રણામ કરતાં દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે.

આ યાત્રા માત્ર અંતર કાપવાની પ્રક્રિયા નથી, પરંતુ ભક્તિ, તપસ્યા, ધીરજ અને આત્મબળની કસોટી સમાન છે. લાંબા માર્ગ દરમિયાન આવતી શારીરિક મુશ્કેલીઓ અને સતત પરિશ્રમ છતાં મૌની બાપુ પોતાના સંકલ્પને વળગી રહીને યાત્રા આગળ ધપાવી રહ્યા છે. તેમની આ સાધના શ્રદ્ધાળુઓમાં ધાર્મિક ભાવનાની સાથે સંકલ્પશક્તિ અને ધીરજનું મહત્ત્વ પણ ઉજાગર કરે છે.

પંચ તીર્થની ધાર્મિક ભાવના અને ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહેલી આ યાત્રા ભક્તિ અને સમર્પણનો સંદેશ આપી રહી છે. કાલાવડ ખાતે યાત્રા પહોંચતાં ભાજપ પરિવાર દ્વારા મૌની બાપુનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય અને ભગવાન દ્વારકાધીશનાં દર્શનનો સંકલ્પ સફળ બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મૌની બાપુ ચેતનદાસની આ કનક દંડવત યાત્રા શ્રદ્ધા, તપસ્યા અને અડગ મનોબળનું પ્રતીક બની કાલાવડથી દેવભૂમિ દ્વારકા તરફ આગળ વધી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application