BREAKING NEWS

જામનગરમાં મહતમ તાપમાનમાં નજીવા ઘટાડા સાથે પારો ૩૬ ડીગ્રી

  • October 16, 2026 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મહતમ તાપમાનમાં નજીવા ઘટાડા સાથે પારો ૩૬ ડીગ્રી

ભેજમાં પ ટકાનો વધારો: લઘુતમ તાપમાન ૨૩.૧૩

જામનગર અને દ્વારકા જિલ્લામાં ચોમાસાની વિદાય બાદ હવામાનમાં નજીવો ફેરફાર જોવા મળી રહ્યો છે હવામાન ખાતાની આગાહી મુજબ બન્ને જિલ્લામાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શકયતા દર્શાવાઇ છે. દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ અને રાત્રીના ઠંડીનો અનુભવ કહી શકાય છે. દરિયાઇ કાંઠાના વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધવાની શકયતા દર્શાવાઇ રહી છે.

કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર મહતમ તાપમાનમાં ૦.૪ના ઘટાડા સાથે ૩૬ ડીગ્રીએ પારો પહોંચ્યો છે. જયારે લઘુતમ તાપમાનમાં પણ ઘટાડા સાથે ૨૩.૧૩ ડીગ્રી નોંધાયુ છે. જયારે ભેજનું પ્રમાણ ૯૫ ટકા રહેવા પામ્યુ છે જે ગઇકાલ કરતા ૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. જયારે પવનની ગતિ ૪.૩ પ્રતિ કલાક કિ.મી. રહેવા પામી છે. 

હવામાન ખાતા દ્વારા જણાવ્યા અનુસાર જામનગર જિલ્લામાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવી છે તેમજ દિવસ દરમ્યાન તડકો અને ગરમીનો અનુભવ થઇ શકે છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શકયતા દર્શાવાઇ છે. તંત્ર દ્વારા નાગરિકોને ગરમીથી બચવા જરૂરી કાળજી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 

જામનગર જિલ્લાનાં તાલુકા મથકોમાં ચોમાસામાં નોંધાયેલ કુલ વરસાદમાં જામનગર ૧૩, જોડીયા ૧૩.૫, ધ્રોલ ૧૪.૫, કાલાવડ ૯, લાલપુર ૮.૫ અને જામજોધપુરમાં ૧૬ ઇંચ મોસમનો કુલ વરસાદ નોંધાયો છે જયારે જિલ્લાનાં ૩૩ પીએચસી સેન્ટરોમાંથી સૌથી વધુ કાલાવડના નિકાવામાં ૧૬ ઇંચ અને સૌથી ઓછો મોટા ખડબામાં ૧.૭૫ ઇંચ વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application