BREAKING NEWS

વેલડન..IIRFના રેન્કીંગમાં જામનગરની મેડીકલ કોલેજ દેશમાં ૪૭માં ક્રમે

  • August 11, 2026 01:46 PM 

વેલડન..IIRFના રેન્કીંગમાં જામનગરની મેડીકલ કોલેજ દેશમાં ૪૭માં ક્રમે

ગૌરવ: કુલ ૧૦૦૦ માંથી ૮૯૦.૮૦ માર્ક મેળવી પ્રથમ વખત ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું, રાજયની મેડીકલ કોલેજોમાં બીજા સ્થાને રહી

ફેકલ્ટીની ગુણવતા,પ્રશિક્ષણ પઘ્ધતિ, ઇન્ફ્રાસ્ટ્રકચર, રિસર્ચ પેપર સહીતના મહત્વના માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે

જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજે વધુ એક વખત ગૌરવવંતી સિઘ્ધિ હાંસલ કરી છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુશનલ રેન્કીંગ ફ્રેમવર્ક(આઇઆઇઆરએફ) દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કીંગમાં જામનગરની મેડીકલ કોલેજે દેશમાં ૪૭માં ક્રમે રહી છે. કુલ ૧૦૦૦માંથી ૮૯૦.૮૦ માર્ક મેળવી જામનગરની મેડીકલ કોલેજે પ્રથમ વખત ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે તો રાજયની મેડીકલ કોલેજોમાં બીજા સ્થાને રહી છે. ફેકલ્ટીની ગુણવતા,પ્રશિક્ષણ પઘ્ધતિ, ઇન્ફ્રાસ્ટ્રકચર, રિસર્ચ પેપર સહીતના મહત્વના માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટીયટયુશનલ રેન્કીંગ ફ્રેમવર્ક (આઇઆઇઆરએફ) સંસ્થા દ્વારા દર વર્ષે દેશભરની મેડીકલ કોેલેજ અને ઇન્ટસ્ટીટયુટનું મૂલ્યાંકન કરી રેન્કીંગ જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ સંસ્થા દ્વારા જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોેલેજ સહીત રાજય તથા દેશભરની મેડીકલ કોલેજ અને ઇન્સ્ટીટયુટનું વિવિધ પાસાઓના આધારે મૂલ્યાંકન કર્યું હતું. જેમાં ફેકલ્ટીની ગુણવતા, પ્રશિક્ષણ પઘ્ધતિ, ઇન્ફ્રાસ્ટ્રકચર, શોધન પત્ર, રિસર્ચ પેપર અને પેટન્ટ સહીતના મહત્વના માપદંડો ઘ્યાનમાં રાખવામાં આવ્યા હતાં. આઇઆઇઆરએફ દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કીંગમાં જામનગરની એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજે દેશભરની મેડીકલ કોલેજોમાં ૪૭મો ક્રમ મેળવી ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે. જામનગરની સરકારી મેડીકલ કોલેજે રાજયની સાથે દેશની અન્ય મેડીકલ કોલેજને રેન્કીંગમાં પાછળ ધકેલી પ્રથમ વખત ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. 

આઇઆઇઆરએફ સંસ્થા દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજે કુલ ૧૦૦૦માંથી ૮૯૦.૮૦ માર્ક મેળવ્યા છે. આટલું જ નહીં ગુજરાતકક્ષાએ રેન્કીંગમાં  વડોદરાની ગર્વમેન્ટ મેડીકલ કોલેજનો પ્રથમ તો જામનગરની મેડીકલ કોલેજ બીજા સ્થાને રહી છે. અત્રે નોંધનીય છે કે, રાજયની  વડોદરા અને જામનગર સીવાય એકપણ કોલેજ ટોપ-૫૦માં સ્થાન મેળવી શકી નથી. આઇઆઇઆરએફ દ્વારા શિક્ષણ-અઘ્યયન સંશોધનો અને શિક્ષણ પઘ્ધતિ, સંશોધન પરિણામ (પ્રમાણ, આવક અને પ્રતિષ્ઠા), આધુનિક મેડીકલ સુવિધાઓ, સામાજીક સમાવેશીતા, ભવિષ્યલક્ષી દ્વષ્ટીકોણ, બાહ્ય દ્રષ્ટીકોણ અને છાપના ગુણ આ૫વામાં આવે છે. ત્યારે જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજે દેશની અગ્રણી અને ખ્યાતનામ આઇઆરઆરએફ સંસ્થા દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન બાદ જાહેર કરેલા રેન્કીંગમાં દેશભરમાં ૪૭મો ક્રમ મેળવતા શહેરનું નામ વધુ એક વખત દેશભરમાં રોશન કર્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application