જામનગર જિલ્લા પંચાયતના એક સદસ્યના પુત્રએ ઓનલાઇન ગેમીંગમાં અડધા કરોડથી વધુ ગુમાવ્યાની ચર્ચા પંચાયતની કચેરીના પરિસર અને વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે. નવાઇની વાત એ છે કે, સદસ્યના પુત્રએ ગેમીંગમાં નાણા ગુમાવ્યા બાદ એક યુવાનને મોંઘી કાર સસ્તામાં અપાવવાની લાલચ આપી યુવાન પાસેથી રૂ.૪૦ લાખથી વધુ પડાવી લીધા હતાં. ત્યારબાદ યુવાનને કાર ન અપાવી શકતા ઘેરથી કહ્યા વગર ચાલ્યા જતા પરિવારજનો ભારે ધંધે લાગ્યા હતાં. જો કે, રાજકોટથી મળી આવતા હાશકારો અનુભવ્યો હતો. જો કે, આ સદસ્યના પુત્રએ અગાઉ પણ ગેમીંગમાં મોટી રકમ ગુમાવ્યાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ગેમીંગના દૂષણનો વધુ એક લાલબતીપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જામનગર જિલ્લા પંચાયત કચેરી છેલ્લા થોડા સમયથી છેલ્લા થોડા સમયથી છાશવારે વિવાદોમાં છે. ત્યારે જિલ્લા પંચાયતના એક સદસ્યના પુત્રએ ઓનલાઇન ગેમીંગમાં મસમોટી રકમ ગુમાવ્યાના કિસ્સાથી પંચાયત વર્તુળોમાં ચકચાર જાગી છે. જિલ્લા પંચાયત કચેરીના પરિસર અને પદાધિકારીઓે,અધિકારીઓ અને કર્મચારીઓમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર જિલ્લા પંચાયતના એક સદસ્યના પુત્રને ઓનલાઇન ગેમીંગની લત લાગતા તેમણે અડધા કરોડ જેટલી રકમ ગુમાવી હતી. ત્યારબાદ પણ તેને ગેમીંગની લત ગઇ ન હતી. આથી તેમણે ઓનલાઇન ગેમીંગ રમવા માટે નાણાંની જરૂરિયાત હોય એક યુવાન કે જેને મોંઘી કાર લેવી હતી તેને આ પ્રકારની કાર સસ્તામાં અપાવી દેવાની લાલચ આપી રૂ.૪૦ લાખથી વધુની રકમ યુવાન પાસેથી લીધી હતી.
સમય પસાર યુવકને કારની ડીલેવરી આપવાની તારીખ નજીક આવી હતી. પરંતુ કાર અપાવી દેવાને લીધેલા નાણા ગેમીંગમાં ગુમાવી દીધા હતાં. આથી કારની ડીલીવરી તારીખ આવી હતી. પરંતુ યુવાનને કાર અપાવી શકાય તેમ ન હોય જિલ્લા પંચાયત સદસ્યનો પુત્ર ઘેરથી કીધા વગર ચાલ્યો ગયો હતો. આથી પરિવારજનો ઘંધે લાગ્યા હતાં. આમ છતાં ભાળ ન મળતા ધોરીમાર્ગોના સીસીટીવીના ફુટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી. આખરે ભારે જહેમત બાદ રાજકોટની એક હોટલમાંથી પુત્ર મળી આવ્યો હતો. આટલું જ નહીં જિલ્લા પંચાયતના સદસ્યના પુત્રએ ઓનલાઇન ગેમીંગમાં અગાઉ પણ મોટી રકમ ગુમાવ્યાની સાથે આ મુદો જિલ્લા પંચાયતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application