BREAKING NEWS

નયારા એનર્જીના રિટેલ આઉટલેટ નેટવર્કે 7,000નું સીમાચિહ્ન હાંસિલ કર્યું

  • June 29, 2026 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નયારા એનર્જીના રિટેલ આઉટલેટ નેટવર્કે 7,000નું સીમાચિહ્ન હાંસિલ કર્યું

રિટેલ નેટવર્કના વિસ્તરણમાં દરરોજ લગભગ એક નવું આઉટલેટનો વધારો: સમગ્ર ભારતમાં વિશ્વસનિય ઈંધણની ઉપલબ્ધતા

જામનગર, 29 જૂન, 2026 : ભારતની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 7,000 રિટેલ આઉટલેટનું સીમાચિહ્ન હાંસિલ કર્યું છે, જેથી સમગ્ર દેશમાં વિશ્વાસપાત્ર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈંધણની ઉપલબ્ધતા વધી છે. 

શહેરી કેન્દ્રો, મુખ્ય હાઈવે, વૃદ્ધિલક્ષી કૉરિડોર, ટિઅર-2 શહેરો અને ગ્રામીણ બજારોને જોડતું આ નેટવર્ક ભારતમાં રોજિંદા અવરજવરમાં ઈંધણનો પુરવઠો પૂરો પાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. નયારા એનર્જી પોતાના રિટેલ નેટવર્કનું સતત વિસ્તરણ કરી રહી છે અને છેલ્લા 18 મહિનાઓમાં 500થી વધારે સ્ટેશન નેટવર્કમાં ઉમેર્યા છે. એનો અર્થ એ છે કે, લગભગ દરરોજ એક નવું આઉટલેટ ખુલે છે, જે ઈંધણની ઉપલબ્ધતાને વધારવાની દિશામાં કંપનીનું સતત રોકાણ દર્શાવે છે.

ઈંધણની પહોંચ વધારવા ઉપરાંત નયારા એનર્જીનું વધતું રિટેલ નેટવર્ક મોટા પાયે આર્થિક અસર પણ ઊભી કરે છે. એનું ડીલર ઑન્ડ ડીલર ઓપરેટેડ મૉડલ સ્થાનિક ઉદ્યોગસાહસિકતા અને લાંબા ગાળાનાં જોડાણ મારફતે મોટા પાયે વૃદ્ધિને શક્ય બનાવે છે. હાલ એની રિટેલ ઇકોસિસ્ટમ 55,000થી વધારે લોકોને આજીવિકા પૂરી પાડે છે, જેથી સમગ્ર ભારતમાં રોજગારી અને સામુદાયિક સ્તરે આર્થિક ભાગીદારીને પ્રોત્સાહન મળે છે. દરેક નવું આઉટલેટ એક વિશ્વાસપાત્ર મોબિલિટી પાર્ટનર તરીકે નયારા એનર્જીની ભૂમિકાને મજબૂત કરે છે તથા ગ્રાહકો, ડીલરો, ભાગીદારો, કર્મચારીઓ અને સામુદાયિક સ્તરે મૂલ્યનું સર્જન કરે છે.

​​​​​​​“ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા” ના વિચારની સાથે નયારા એનર્જી પોતાનાં રિટેલ નેટવર્કને મજબૂત કરવા, ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા અને વિશ્વાસપાત્ર એનર્જી સોલ્યુશન આપવામાં સતત રોકાણ કરે છે. આ સોલ્યુશન દેશની મોબિલિટી અને વૃદ્ધિની આશાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. કંપની કાર્યકારી કાર્યદક્ષતા, ગ્રાહક-કેન્દ્રીતતા તથા ટકાઉ અને સર્વસમાવેશક વૃદ્ધિ મારફતે ભારતની બદલાતી એનર્જી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને એક વિશ્વાસપાત્ર ફ્યુઅલ પાર્ટનર બનવા કટિબદ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application