દ્વારકા: બેફામ દોડતી મીનીબસે ઓટોરિક્ષાને ટક્કર મારતા મુસાફરો ઇજાગ્રસ્ત
દ્વારકા શહેરના નાગેશ્વર રોડ પર બેફામ અને બેદરકારીભરી રીતે દોડતી એક અર્બેનિયા મીનીબસે ઓટોરિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા અનેક લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ડી.ડી. ૦૧ એચ. ૯૪૧૨ નંબરની અર્બેનિયા મીનીબસના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી માર્ગ પરથી પસાર થતી ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવ અંગે સરખેજ (અમદાવાદ)ના રહેવાસી મોંઘીબેન ઉર્ફે મનિષાબેન હિતેશભાઈ કાનજીભાઈ પારઘીની ફરિયાદના આધારે દ્વારકા પોલીસે અર્બેનિયા મીનીબસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.