BREAKING NEWS

રાજકોટમાં બુલેટસવાર તલાટી મંત્રીને અજાણી કારે અડફેટે લેતા ગંભીર ઈજા

  • October 17, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા અને ઉપલેટા તાલુકામાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા એક્સ આર્મીમેન ગઢવી યુવક નાણાવટી ચોક નજીક પોતાના બુલેટ ઉપર જતા હતા તે દરમિયાન નાણાવટી ચોક નજીક અજાણી કારે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા દેવાંધભાઈ મૂળજીભાઈ ગઢવી ઉંમર વર્ષ 49 વાળા ગતરાત્રિના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ નાણાવટી ચોક નજીક પોતાના બુલેટ પર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક અજાણીકારે બુલેટને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.


જેના કારણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગઢવી યુવક જમીન પર પટકાતા શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે સીએનજી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ પ્રાથમિક સારવાર આપી માથામાં ઇજાઓ પહોંચતા ચાર જેટલા ટાંકા લેવા પડ્યા હતા.


આ અંગે ઇજાગ્રસ્ત યુવકના પોલીસમેન ભાઈ સામતભાઈ સામતભાઈ ગઢવીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઇન્વે સ્ટાફે પ્રાથમિક તપાસ હાથ ધરતા ઇજાગ્રસ્ત દેવાંધભાઈ ગઢવી આર્મી એક્સમેન હોવાનું તેમજ હાલ ઉપલેટા તાલુકામાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે તેમજ ત્રણ ભાઈઓમાં વચટ હોવાનું જાણવા મળ્યું છે, પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલ અજાણ્યા કારચાલકની સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application