BREAKING NEWS

જામનગરના ધરારનગરમાં સગીરા પર દુષ્કર્મ

  • August 03, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ધરારનગરમાં સગીરા પર દુષ્કર્મ

આરોપી સગીર શખ્સ વિરુદ્ધ  ગુનો નોંધાયો

જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી આશરે ૧૪ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. સગીરાની માતાની ફરિયાદના આધારે સીટી-બી ડિવિઝન પોલીસે એક સગીર આરોપી સામે  વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ધરારનગર વિસ્તારમાં રહેતી સગીરા પર તે જ વિસ્તારમાં રહેતા એક સગીર શખ્સ દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ સગીરાએ પોતાની માતાને કરતાં માતાએ સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે પોક્સો કાયદા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સગીરની શોધખોળ શરૂ કરી છે. સાથે જ પીડિતાનું નિવેદન સહિતની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટના કયા સંજોગોમાં બની અને તેમાં અન્ય કોઈ પાસા સંકળાયેલા છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની સિટી બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.એમ.ગઢવી અને તેમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application