BREAKING NEWS

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી (કપાસ કાંતિ) યોજનાનો લાભ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

  • July 14, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી (કપાસ કાંતિ) યોજનાનો લાભ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં કપાસની ઉત્પાદકતા વધારીને કપાસનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન વધારવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી વર્ષ ૨૦૩૦-૩૧ સુધીના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી (કપાસ કાંતી) યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ગુજરાતમાં કપાસ હેઠળના વાવેતર વિસ્તારમાં વધારો કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગુજરાત રાજ્ય માટે કુલ રૂ. ૧૩૪.૮૦ કરોડની બજેટ જોગવાઈ સાથે ૧.૦૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નિદર્શનોના આયોજન કરવા લક્ષ્યાંક ફાળવેલ છે.

યોજના અંતર્ગત કપાસનું વાવેતર કરતાં ગુજરાતના કુલ ૨૧ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આ યોજનામાં નિદર્શન ઘટક હેઠળ નિદર્શન માટે પ્રતિ હેક્ટર રૂ. ૧૪,૦૦૦ તેમજ સંકલિત પાક વ્યવસ્થાપન પદ્ધતિ માટે પ્રતિ હેક્ટર રૂ. ૭,૫૦૦ સહાય તેમજ ખેડૂતોની ક્ષમતાનિર્માણ માટે તાલીમ કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

જે ખેડૂત ચાલુ વર્ષે કપાસનું ૯૦.૩૦ સેમી. અંતરે વાવેતર કરેલ છે તેમણે   નિદર્શન ઘટકનો લાભ લેવા માટે તેમજ ૯૦.૬૦ સેમી.ના અંતરે કપાસનું વાવેતર કરેલ છે તેવા ખેડૂત મિત્રો ઘટકનો લાભ લેવા માટે -ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે. 
​​​​​​​
કપાસનું વાવેતર કરી આત્મનિર્ભર બનવાની સરકારની આ પહેલનો લાભ મેળવી સૌનો સાથ થકી સૌનો વિકાસ થાય તે માટે કપાસનું વાવેતર કરતાં જામનગરના ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા મદદનીશ ખેતી નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application