જામનગર : ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની અનુસુચિત જાતીના કુમાર/કન્યા હોસ્ટેલમા સરપ્રાઈઝ મુલાકાત
જામનગર ખાતે આવેલ સરકાર માન્ય અનુસૂચિત સમુદાયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટેની છાત્રાલય (હોસ્ટેલ)ની ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા આકસ્મિક મુલાકાત (Surprise Visit) લેવામાં આવી હતી.ધારાસભ્યએ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે રૂબરૂ મળીને વાતચીત કરી હતી.
તેમણે ભોજનની ગુણવત્તા, રહેઠાણની વ્યવસ્થા અને અભ્યાસ માટે મળતી સુવિધાઓ અંગે વિદ્યાર્થીઓ પાસેથી સીધો પ્રતિસાદ (Feedback) મેળવ્યો હતો.ગુણવત્તાસભર ભોજનની કડક સૂચના: સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને પૌષ્ટિક, શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાસભર ખોરાક જ પીરસવામાં આવે.સ્વચ્છતા અને આરોગ્યવિષયક પરેજી: રસોડા, ભોજનાલય તેમજ હોસ્ટેલ કેમ્પસમાં પૂરતી સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી માટે જરૂરી પરેજી પાળવાની સંચાલકોને કડક તાકીદ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુવિધાઓ બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમોનું ચુસ્તપાલન કરાવવામાં જણાવાયું હતુ